સીએમ અરવિંદ કેજરીવાલના PM મોદી વિશે કહેલા જુઠ્ઠાણાઓનો થયો પર્દાફાશ? જુઓ આ Viral Video

|

Apr 01, 2023 | 7:33 PM

આ વીડિયોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી વિશે કરેલી ટિપ્પણીના શોર્ટ વીડિયો બનાવવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલ વાયરલ વીડિયોમાં ત્રણ બાબતો વિશે જણાવે છે.

સીએમ અરવિંદ કેજરીવાલના PM મોદી વિશે કહેલા જુઠ્ઠાણાઓનો થયો પર્દાફાશ? જુઓ આ Viral Video
Arvind kejriwal Viral Video

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને લઈને કરેલી ટિપ્પણીનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી વિશે કરેલી ટિપ્પણીના શોર્ટ વીડિયો બનાવવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલ વાયરલ વીડિયોમાં ત્રણ બાબતો વિશે જણાવે છે. જોકે ટીવી9 આ વીડિયોની પૃષ્ઠિ કરતુ નથી.

આ પણ વાંચો: Rahul Gandhiના સમર્થનમાં ગુજરાતથી જ લડતના મંડાણ કરવાનું  કોંગ્રેસનું આયોજન, સત્યાગ્રહ માટે રાહુલ ગાંધીને આમંત્રણ

ત્યારબાદ બીજા શોર્ટ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ ક્લાઈમેન્ટને લઈ વડાપ્રધાન પર નિશાન સાધે છે જેમાં બીજા વીડિયોમાં ક્લાઈમેટ ચેન્જનો જવાબ આપતા વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે ક્લાઈમેટ ચેન્જ નથી થયું આપણે બદલી ગયા છીએ. પ્રકૃતિ તો બદલવા માટે તૈયાર છે જો આપણે બદલી શકીએ તો.

ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો

છેલ્લા વીડિયોમાં અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે વરસાદમાં જો વાદળો હોય તો તેની પાછળ કોઈ વિમાન હોય તો રડાર તેને પકડી શકતુ નથી તેના જવાબમાં એક શોર્ટ વીડિયો મુકવામાં આવ્યો છે જેમાં એક એર માર્શલ આ મુદ્દે જણાવી રહ્યા છે. જોકે આ વીડિયો જૂના છે અને શોર્ટ વીડિયો કરી એક સાથે લગાવવામાં આવ્યા છે જે હાલ વાયરલ થઈ રહ્યા છે.

આ વીડિયોની ઉપર એક કેપ્શન પણ લખવામાં આવ્યુ છે જોકે આ વીડિયો કોના દ્વારા શેર કરવામાં આવ્યો છે તેના વિશે કોઈ માહિતી નથી પરંતુ અહીં વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા નિવેદનો હતા ત્યારે એક તરફ અરવિંદ કેજરીવાલ દ્વારા પીએમ ઉપર કરવામાં આવેલા આક્ષેપો છે. અહીં જુઓ આ વાયરલ વીડિયો.

સોશિયલ મીડિયા પર આ પ્રકારના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ ઘણી વખત એવુ પણ બનતુ હોય છે કે આખા વીડિયોમાં સત્ય અલગ હોય છે, જ્યારે તેને શોર્ટ વીડિયો બનાવી વાયરલ કરવામાં આવતા હોય છે ત્યારે સંપૂર્ણ બાબતમાં સત્ય કંઈક અલગ જ હોય છે. આ પ્રકારના વીડિયો તમને સોશિયલ મીડિયા જોવા મળ્યા જ હશે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article