Viral Video: નોરા ફતેહીના ‘ગરમી’ સોંગ પર બાળકનો અદ્ભૂત ડાન્સ, વીડિયો જોઈ તમે પણ નાચવા લાગશો

વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક કેવી રીતે નોરા ફતેહીના સોંગ 'ગરમી' પર અદભૂત ડાન્સ મૂવ્સ બતાવી રહ્યો છે. કેટલાક મૂવ તો તે નોરાને પણ પાછળ છોડી દે તેવા કરી રહ્યો છે. બાળકના આ જબરદસ્ત ડાન્સ પરથી તમે તમારી નજર હટાવી નહીં શકો અને ડાન્સ કરવા મજબુર થઈ જશો.

Viral Video: નોરા ફતેહીના ગરમી સોંગ પર બાળકનો અદ્ભૂત ડાન્સ, વીડિયો જોઈ તમે પણ નાચવા લાગશો
Viral Video
| Edited By: | Updated on: Jan 29, 2023 | 6:24 PM

બાળકો સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે, જેને યૂઝર્સને પણ ખૂબ પસંદ આવે છે. હાલમાં જ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. જેમાં એક સ્કૂલનો છોકરો નોરા ફતેહીના ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને તમે પણ ડાન્સ કરવા મજબૂર થઈ જશો. બાળકનો આ ડાન્સ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

 ‘ગરમી’ પર બાળકનો અદ્દભૂત ડાન્સ

વાયરલ થઈ રહેલા આ અદ્ભુત વીડિયોમાં એક સ્કૂલમાં ફંક્શન થઈ રહ્યું છે. આ દરમિયાન સ્કૂલ ડ્રેસમાં એક નાનો બાળક સ્ટેજ પર ડાન્સ કરવા આવે છે અને તેના ડાન્સથી હંગામો મચાવી દે છે. જેને ડાન્સ કરતા જોઈ તેના મિત્રો અને શાળાના અન્ય વિદ્યાર્થીઓ તેને પ્રોત્સાહિત કરવા બુમો પાડતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બાળક કેવી રીતે નોરા ફતેહીના સોંગ ‘ગરમી’ પર અદભૂત ડાન્સ મૂવ્સ બતાવી રહ્યો છે. કેટલાક મૂવ તો તે નોરાને પણ પાછળ છોડી દે તેવા કરી રહ્યો છે. બાળકના આ જબરદસ્ત ડાન્સ પરથી તમે તમારી નજર હટાવી નહીં શકો અને ડાન્સ કરવા મજબુર થઈ જશો.

શાળાના ફંક્શનમાં બતાવ્યું ટેલેન્ટ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @videonation.teb નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને લાઈક કરવામાં આવી રહ્યો છે. બાળકના આ ડાન્સ વીડિયોને અત્યાર સુધીમાં 4 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વખાણ કરતા એક યુઝરે લખ્યું છે કે, ‘જ્યારે અમે નાના હતા ત્યારે મને ડાન્સના સ્ટેપ પણ ખબર ન હતા અને આ છોટું તો..’

આ અદ્ભુત વીડિયોમાં એક સ્કૂલનો છોકરો નોરા ફતેહીના ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળે છે, જેને જોઈને તમે પણ ડાન્સ કરવા મજબૂર થઈ જશો. આ વીડિયોને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને લાઈક કરવામાં આવી રહ્યો છે.