Video : આ ડ્રાઈવરે અજીબો ગરીબ રીતે રિક્ષા ચલાવીને બનાવ્યો રેકોર્ડ ! જોઈને લોકોએ કહ્યુ ” યે તો હેવી ડ્રાઈવર હૈ”

આજકાલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા શેર કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ડ્રાઈવર રિક્ષાને બે વ્હિલ્સ પર ચલાવતો જોવા મળે છે.

Video : આ ડ્રાઈવરે અજીબો ગરીબ રીતે રિક્ષા ચલાવીને બનાવ્યો રેકોર્ડ ! જોઈને લોકોએ કહ્યુ  યે તો હેવી ડ્રાઈવર હૈ
chennai driver drove three wheeler on two wheels
| Edited By: | Updated on: Oct 07, 2021 | 2:28 PM

Viral Video : આપણી આસપાસ ઘણા પ્રતિભાશાળી લોકો હોય છે. જેમાં કેટલાક લોકો એવા પરાક્રમો બતાવે છે, જેને જોઈને દરેક દંગ રહી જાય છે. આજકાલ એક અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્સ્ટાગ્રામ પરથી આ વીડિયો શેર કર્યો છે.જેમાં ડ્રાઈવરનું આ પરાક્રમ (Stunt) જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

હેવી ડ્રાઈવરે કંઈક આ રીતે રિક્ષા ચલાવી !

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ રીક્ષા ચલાવે છે,પણ થોડી વાર બાદ તે થ્રી વ્હિલર રિક્ષાને બે વ્હિલમાં ચલાવતો જોવા મળે છે. 2.2 કિલોમીટર આ રિક્ષા ચલાવીને આ ડ્રાઈવરે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં (guinness World Records) પોતાનું નામ નોંધાવ્યુ છે.ઉલ્લેખનીય છે કે, ગિનીસ બૂકે તેના પેજ પરથી શેર કરેલો આ વીડિયો જૂનો છે, પરંતુ હવે આ વીડિયો ફરી લોકપ્રિય બની રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી guinnessworldrecordsના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયોને (Video) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,પહેલી વાર કોઈને આ રીતે રિક્ષા ચલાવતા જોયા છે.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,”યે તો હેવી ડ્રાઈવર(Heavy Driver)  હૈ”જ્યારે અન્ય યુઝર્સ પણ ડ્રાઈવરના સ્ટંટની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

Disclaimer : આ સ્ટંટ નિષ્ણાંતોની દેખરેખમાં કરવામાં આવ્યા છે,જેથી કોઈ વ્યક્તિએ આ સ્ટંટ કરવાની કોશિશ ન કરવી.

 

આ પણ વાંચો : Viral Video: જેમના માટે જીવનભર ગાડી ચલાવી તેમણે નિવૃત્તિના સમયે આપી એવી વિદાઇ, જોઇને ભાવુક થયા સૌ કોઇ

આ પણ વાંચો : Forbes India Rich List 2021: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 14 માં વર્ષે ભારતના સૌથી ધનિક, સંપૂર્ણ યાદી અહીં જુઓ