Weird Food : વ્યક્તિએ ચોકલેટ, સોસ અને આઈસ્ક્રીમ સાથે તૈયાર કર્યો પિઝા, વીડિયો જોઈને લોકોએ અકળાઈને આપી પ્રતિક્રિયા

Weird Food : પિઝાનું (Pizza) નામ સાંભળતા જ મનમાં લાલચ જાગી જાય છે. લોકો તેને પનીર, મકાઈ, મશરૂમ સાથે બનાવવો પસંદ કરે છે, પરંતુ જે લોકો ખોરાકના વિચિત્ર પ્રયોગો કરે છે, તેઓ કંઈક ને કંઈક અજમાવતા જ રહે છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

Weird Food : વ્યક્તિએ ચોકલેટ, સોસ અને આઈસ્ક્રીમ સાથે તૈયાર કર્યો પિઝા, વીડિયો જોઈને લોકોએ અકળાઈને આપી પ્રતિક્રિયા
Ice cream Viral video
| Edited By: | Updated on: Sep 18, 2022 | 6:56 AM

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં ક્યારે શું વાઈરલ થઈ જશે તેની કોઈ અંદાજ લગાવી શકતો નથી. પોતાની જાતને લોકપ્રિય બનાવવા માટે તે દરરોજ કોઈને કોઈ અજીબ કામ કરતા રહે છે. ખાસ કરીને ખોરાકને લઈને લોકો આવા પ્રયોગો કરતા હોય છે. ખાવાનું તો છોડો, જોઈને પણ મનમાં ખીજ ચડતી હોય છે. મેગી, મોમોસ જેવી વાનગીઓમાં (Food) તમે ઘણા પ્રયોગો જોયા જ હશે, પરંતુ હવે પિઝા (Pizza) સાથે પ્રયોગ કરવામાં આવ્યો છે. તેને જોયા પછી, પિઝા (Pizza) પ્રેમીઓ ચોક્કસપણે તેમના ગુસ્સાને નિયંત્રિત કરી શકશે નહીં.

પિઝાનું નામ સાંભળતા જ મનમાં લાલચ જાગી જાય છે. લોકો તેને પનીર, મકાઈ, મશરૂમ સાથે બનાવવો પસંદ કરે છે, પરંતુ જે લોકો ખોરાકના વિચિત્ર પ્રયોગો કરે છે, તેઓ કંઈક ને કંઈક અજમાવતા જ રહે છે. હવે આ વીડિયો જ જુઓ જ્યાં એક વ્યક્તિએ પિઝા સોસને બદલે ચોકલેટ અને ચીઝને બદલે આઈસ્ક્રીમ ઉમેરીને પિઝા બનાવ્યો છે. જેને ખાવાનું તો છોડો જોઈને જ વ્યક્તિ બિમાર પડી જાય.

અજબ-ગજબ પિઝાનો વીડિયો અહીં જુઓ……

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પહેલા પિઝાના બેઝ પર ચોકલેટ સોસ લગાવે છે અને પછી તેના પર વેજીસ નાખે છે અને તેને ઓવન પાસે રાખે છે અને તેને પિઝાની જેમ હેન્ડલ કરે છે. આ પછી, રસોઇયા તેના પિઝાની ટોચ પર વેનીલા આઈસ્ક્રીમ મૂકે છે. જેને જોઈને આપણને લાગે છે કે બનેલા પિઝાને મારી નાખવામાં આવ્યો છે, પરંતુ શેફ અહીંથી અટકતો નથી, પરંતુ પિત્ઝા તૈયાર થયા પછી તેના પર સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ પણ મૂકે છે. એ જોયા પછી બાકીની ઈચ્છાઓ પણ મરી જાય છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર radiokarohan નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને હજારો લોકો જોઈ અને લાઈક કરી ચૂક્યા છે. વાઈરલ વીડિયો પર લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું, ‘જો કોઈને બીમાર થવાનું મન થાય, તો ચોક્કસ ટ્રાય કરો.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘મને આ જોઈને અણગમો થયો.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કોણછે તે, જેઓ ચોકલેટ સોસ પર ડુંગળી નાખે છે.’