Viral Video : કુતરાને બચાવવા બિલાડીએ કંઈક આવુ કર્યુ , આ મિત્રતા જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

તમે કૂતરા અને બિલાડીઓ વચ્ચે લડાઈ જોઈ હશે, પણ શું તમે ક્યારેય કુતરા અને બિલાડીની દોસ્તી જોઈ છે ? તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Viral Video : કુતરાને બચાવવા બિલાડીએ કંઈક આવુ કર્યુ , આ મિત્રતા જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો
Cat and Dog Friendship Video viral on social media
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:55 AM

Viral video: સોશિયલ મીડિયા પર પ્રાણીઓને લગતા વીડિયો લોકોને ખૂબ પસંદ આવે છે. ઈન્ટરનેટ પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો (Funny video) જોઈને હસવુ આવે છે, જ્યારે ઘણીવખત પ્રાણીઓની હરકત જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

કુતરા અને બિલાડીની આ મિત્રતા જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે

તમે ઘણીવાર કૂતરા અને બિલાડીને એકબીજા સાથે લડતા જોયા હશે. બંને એકબીજાને જોતાની સાથે જ લડાઈ શરૂ કરી દે છે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તેમાં એક બિલાડી (Cat) કૂતરાને બચાવવા માટે બીજી બિલાડી સાથે લડાઈ કરતી જોવા મળે છે. કુતરા(Dog)  અને બિલાડીની આ મિત્રતા જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થઈ રહ્યુ છે.

બિલાડીએ નિભાવી મિત્રતા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે કૂતરા સાથે બિલાડી લડાઈ કરે છે, ત્યારે એક અન્ય બિલાડી બેન્ચ પરથી કૂદી જાય છે અને બાલ્કની પર ઉભેલી બિલાડી પર હુમલો કરે છે અને કુતરાને બચાવે છે. આ બિલાડી અને કુતરાની મિત્રતાનો વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ રમુજી વિડીયો @Rexchapman નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે કેપ્શનમાં લખ્યુ કે, “તમે તેને સ્પર્શ કરવાની હિંમત કરશો નહીં.” સોશિયલ મીડિયા પર લોકોને કૂતરા અને બિલાડીની મિત્રતાનો આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ‘કૂતરા અને બિલાડીની આવી મિત્રતા પહેલા ક્યારેય જોઈ નથી.’ જ્યારે અન્ય યુઝર્સ લખ્યું કે, ‘આ વીડિયો જોયા પછી એવું લાગે છે કે દુશ્મનો પણ ખરેખર મિત્ર બની શકે છે.’ આ ફની વીડિયોને અત્યારસુધીમાં 6.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Video : બેટ્સમેનના શોટને કારણે TV માંથી બહાર આવી ગયો બોલ ! આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો: Video : ઇન્ટરનેટ પર છવાયો આ મજૂરનો વીડિયો, લોકોએ કહ્યું “આ તો Matrix ફિલ્મ જેવું થઈ ગયું”