Viral Video : માત્ર 23 સેકન્ડમાં સસલાએ બિલાડીને ભણાવ્યો પાઠ, વિડીયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો !

|

Aug 29, 2021 | 1:25 PM

તાજેતરમાં સસલા અને બિલાડીની લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બિલાડી સસલા (Rabbit)પર હુમલો કરવાની કોશિશ કરે છે પરંતુ સસલું થોડી સેકન્ડમાં બિલાડીને એવો પાઠ ભણાવે છે કે બિલાડી ડરીને ભાગી જાય છે.

Viral Video : માત્ર 23 સેકન્ડમાં સસલાએ બિલાડીને ભણાવ્યો પાઠ, વિડીયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો !
cat attack on rabbit

Follow us on

Viral Video :  સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓ સંબધિત વીડિયો (Animal video) વાયરલ થતા હોય છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ આશ્વર્ય થતુ હોય છે. ત્યારે તાજેતરમાં એક સસલું અને બિલાડીની લડાઈનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ વીડિયોને જોઈને તમે પણ દંગ રહી જશો.

તમે ઘણી વખત બિલાડી અને ઉંદરને લડતા જોયા હશે, પરંતુ શું તમે સસલા અને બિલાડીને લડતા જોયા છે? તાજેતરમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા(Soical Media) પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક સસલુ બિલાડીની હવા ટાઈટ કરી દે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલમાં બનાવેલા સસલાના ઘરમાં બિલાડી પ્રવેશ કરીને અને તેના પર હુમલો કરવાની કોશિશ કરે છે, ત્યારે સસલું અચાનક બહાર આવી જાય છે અને ડરવાને બદલે બિલાડીનો (Cat) સામનો કરે છે અને પછી બિલાડી ડરીને ત્યાંથી ચાલી જાય છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેર (Share) કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યું કે, “બિલાડી સસલાથી કેવી રીતે ડરી શકે?’ જ્યારે અન્ય યુઝર્સ લખ્યું કે બિલાડી કરતાં સસલું વધુ ખતરનાક લાગી રહ્યુ છે”

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અમે તમને જણાવી દઈએ કે આ વીડિયોને ટ્વિટર પર Buitengebieden નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. શેર કરતા તેમણે એક ફની કેપ્શન પણ લખ્યું હતું “The table turned,Wait for it”. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,આ વીડિયોને અત્યારસુધીમાં એક લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : છોકરાએ એવુ પ્રેન્ક કર્યુ કે છોકરી ડરી ગઈ ! વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચો:  #INDvsENG : ત્રીજી ટેસ્ટ મેચમાં થયેલી હાર બાદ ‘વિરાટની ટીમ’ સોશિયલ મીડિયા પર ટ્રોલ, યુઝર્સે મીમ્સનો કર્યો વરસાદ !

Published On - 1:24 pm, Sun, 29 August 21

Next Article