Funny Viral Video: બિલાડીની મસ્તી કરી રહ્યો હતો પોપટ, ત્યારબાદ બિલાડીએ જે કર્યું તે વારંવાર જોવાનું મન થશે
સોશિયલ સાઇટ્સ પર ઘણા વીડિયો જોવા મળે છે. પરંતુ કેટલાક એવા વીડિયો છે, જેને જોયા પછી હસવુ રોકી શકશો નહીં. અમે તમારા માટે આવો જ એક વીડિયો લાવ્યા છીએ, જેને જોયા પછી તમે હસીને લોટપોટ થઈ જશો.
પ્રાણીઓના વીડિયો કેટલા ફની હોઈ શકે તેનું વર્ણન શબ્દોમાં કરી શકાતા નથી. જો જોવામાં આવે તો તમને સોશિયલ સાઇટ્સ પર આવા તમામ વીડિયો જોવા મળે છે. પરંતુ કેટલાક એવા વીડિયો છે, જેને જોયા પછી હસવુ રોકી શકશો નહીં. અમે તમારા માટે આવો જ એક વીડિયો લાવ્યા છીએ, જેને જોયા પછી તમે હસીને લોટપોટ થઈ જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે પોપટ અને એક બિલાડી એકબીજા સાથે મસ્તી કરતા જોઈ શકાય છે. આવી સ્થિતિમાં પોપટ બિલાડીની પૂંછડી પર ચાંચ મૂકતા જ બિલાડી તેને મારી દે છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ જ ફની છે, આ વીડિયો જોયા પછી તમે તેને વારંવાર જોશો અને હસવુ રોકી નહીં શકો.
View this post on Instagram
બિલાડી અને પોપટનો ફની વીડિયો વાયરલ
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ દ્વારા ઘણી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, એક યુઝરે મજાકમાં લખ્યું છે કે થોડા સમય માટે પોપટની આત્મા તેનાથી અલગ થઈ ગઈ હશે. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે બિલાડીને મજા આવી. આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ અને કરોડો વ્યૂઝ આવી ચૂક્યા છે.
આ સિવાય તેને ઘણી વખત શેર પણ કરવામાં આવ્યો છે. આ વીડિયો ‘el_campo_mi_pasion_’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આમ તો પ્રાણી અને પક્ષીઓને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે જેમાં ઘણા વીડિયો ફની હોય છે ત્યારે લોકોને પણ ફની વીડિયો ખુબ પસંદ આવતા હોય છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો ખુબ ફની છે જેમાં એક બિલાડી અને બે પોપટ જોવા મળે છે જેમાં એક પોપટ પોતાની ચાંચથી બિલાડીની પૂંછડી પકડે છે ત્યારે જ બિલાડી પોપોટને મારી દે છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…