બાળકીની ઉપર કાર ચઢી ગઈ, તો પણ જીવ બચી ગયો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર અકસ્માતના અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. હાલમાં અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકીના ચામત્કારિક બચાવ થાય છે.

બાળકીની ઉપર કાર ચઢી ગઈ, તો પણ જીવ બચી ગયો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 21, 2022 | 7:06 PM

Shocking Video : કોઈ પણ કામ કરવામાં બેદરકારી રાખવાથી નુકશાન તે વ્યક્તિ અને તેની આસપાસની વ્યક્તિને જ થાય છે. વાહન ચલાવતી વખતે જો બેદરકારી રાખવામાં આવે તો તેનુ પરિણામ ઘાતક આવે છે. તેના કારણે થતા અકસ્માતના કારણે અનેક લોકોના જીવ પણ જાય છે. સોશિયલ મીડિયા પર અકસ્માતના અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. હાલમાં અકસ્માતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળકીના ચામત્કારિક બચાવ થાય છે.

વાયરલ વીડિયોમાં એક સોસાયટીના દ્રશ્યો જોઈ શકાય છે. એક નાના બાળકી પોતાની નાની સાઈકલ સોસાયટીમાં ચલાવી રહી છે. તેવામાં એક કાર ઝડપથી ત્યા આવે છે. કારની અડફટે તે બાળકી આવી જાય છે. વાયરલ વીડિયોમાં તમે કારની નીચે સાઈકલ અને બાળકીને જોઈ શકો છે. કારનું નિયત્રંણ બગડતા તે કારચાલક કાર રોકીને બહાર આવે છે. આ અકસ્માતમાં તે બાળકીને ચામત્કારીક બચાવ થાય છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરા એ શેયર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે, જાકો રાખે સાંઈયા માર શકે ના કોય. માનવું મુશ્કેલ છે આ અકસ્માતમાં બાળકી બચી ગઈ. વાલી અને વાહન ચાલક બન્નેની બેદરકારીને કારણે બાળકીનો જીવ જોખમમાં મુકાયો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, બેદરકારીને કારણે બાળકીનું અમૂલ્ય જીવ જોખમમાં મુકાયો. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, ભગવાનનો હાથ આ બાળકીના માથા પર હતો, તેથી જ બચી ગઈ.