Viral Video: લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા રિપોર્ટરને કારે મારી ટક્કર, છતા તેણે ચાલુ રાખ્યુ રિપોર્ટિંગ !

|

Jan 22, 2022 | 8:47 AM

આ દિવસોમાં એક શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં લાઈવ રિપોર્ટિંગ દરમિયાન કંઈક એવુ થાય છે, જે જોઈને તમે પણદંગ રહી જશો.

Viral Video: લાઈવ રિપોર્ટિંગ દરમિયાન મહિલા રિપોર્ટરને કારે મારી ટક્કર, છતા તેણે ચાલુ રાખ્યુ રિપોર્ટિંગ !
Car Hit Reporter video goes viral

Follow us on

Viral Video : સોશિયલ મીડિયાની દુનિયમાં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી શકાય નહી. ક્યારેક  લાઈવ ડિબેટમાં (Live Debate) કંઈક અજીબોગરીબ બનેલી ઘટનાના વીડિયો વાયરલ થતા જોવા મળે છે જેને જોઈને યુઝર્સ પણ હસવા લાગે છે. જો કે કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ ચર્ચાનો વિષય બને છે.

આ દિવસોમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વેસ્ટ વર્જિનિયા ટેલિવિઝનના એક ન્યૂઝ રિપોર્ટરને(News Reporter)  લાઈવ રિપોર્ટિંગ દરમિયાન એક કારે ટક્કર મારી હતી. બાદમાં રિપોર્ટરે જે કર્યુ તે જોઈને તમે પણ દંગ રહી જશો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રિપોર્ટરે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી

વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે એક SUV કારે મહિલા પત્રકારને પાછળથી ટક્કર મારી હતી, જેને કારણે તે જમીન પર પડી જાય છે.પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે તે તે આ અકસ્માત બાદ તરત ઉઠી, તેણે કહ્યું – હે ભગવાન ! મને હમણાં જ એક કારે ટક્કર મારી, પણ હું ઠીક છું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ રિપોર્ટરની ખુબ પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી imothy Burke નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, we are good, tim..યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, આ સાચા પત્રકારનુ ઉતમ ઉદાહરણ છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,હું આ દિલધડક દ્રશ્યો જોઈને આશ્વર્ય ચકિત થઈ ગઈ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : લોકડાઉન લગાવવા આ ટેણિયાઓની અપીલ, ભણવાને લઈને એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ

Next Article