Aadhar Card : શું સોશિયલ મીડિયા પર આધાર નંબર શેર કરવો બની શકે છે ખતરનાક ? જાણો UIDAI શું કહે છે

|

Nov 13, 2021 | 7:58 AM

આધાર કાર્ડમાં માત્ર આપણું નામ, પિતાનું નામ, ઘરનું સરનામું જ નથી પણ આપણી ખૂબ જ અંગત વિગતો પણ છે. આ જ કારણ છે કે તેને ઓળખનો અદ્ભુત પુરાવો કહેવામાં આવે છે.

Aadhar Card : શું સોશિયલ મીડિયા પર આધાર નંબર શેર કરવો બની શકે છે ખતરનાક ? જાણો UIDAI શું કહે છે
aadhar card

Follow us on

આજના વર્તમાન સમયમાં આપણે ઘણા દસ્તાવેજોનો ઉપયોગ આપણી ઓળખ તરીકે કરી શકીએ છીએ. પરંતુ, આધાર એ આ સમયે ઉપયોગમાં લેવાતો ઓળખનો સૌથી અસરકારક દસ્તાવેજ છે, જેના વિના આપણા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી શકે છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય કે નવો મોબાઈલ નંબર મેળવવો હોય, આપણને લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડની (Aadhar Card) જરૂર હોય છે. 

આધાર કાર્ડમાં માત્ર આપણું નામ, પિતાનું નામ, ઘરનું સરનામું જ નથી પણ આપણી ખૂબ જ અંગત વિગતો પણ છે. આ જ કારણ છે કે તેને ઓળખનો અદ્ભુત પુરાવો કહેવામાં આવે છે.

આધાર કાર્ડમાં રહેલા યુનિક આઈડી નંબર ખૂબ જ સરળ છે અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેની ગંભીરતાને સમજી શકતા નથી. સામાન્ય રીતે આધાર નંબર સાથે કોઈ છેતરપિંડી થતી નથી, પરંતુ વર્તમાન સમયમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવું ભારે પડી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આધાર નંબર કેમ શેર ન કરવો જોઈએ
વાસ્તવમાં, તમારી તમામ ગોપનીય માહિતી આધાર પરના યુનિક ID નંબરમાં રહેલ છે. તમારું નામ, પિતા કે પતિનું નામ, ઘરનું સરનામું, શારીરિક ઓળખ વગેરે આધાર નંબર દ્વારા શોધી શકાય છે. કોઈપણ ગુનેગાર તમારી ગોપનીયતાને જોખમમાં મૂકવા માટે આટલી માહિતી ખૂબ જ વધારે છે.

ઘણા આધાર કાર્ડ ધારકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે કે તેમની ઓળખ સાબિત કરવા માટે દરેક જગ્યાએ આધારનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ UIDAI શા માટે આધાર નંબર જાહેર કરવાનો ઇનકાર કરે છે?

આધાર નંબર શેર કરવા અંગે UIDAI શું કહે છે
આ પ્રશ્નના જવાબમાં UIDAI કહે છે કે PAN કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક ચેકનો પણ દરેક જગ્યાએ ઉપયોગ થાય છે પરંતુ અમે આ દસ્તાવેજો પર નોંધાયેલા નંબરોને કોઈપણ રીતે સાર્વજનિક નથી કરતા. જ્યારે જરૂરી હોય ત્યારે જ અમે આ દસ્તાવેજોનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે, આધારનો ઉપયોગ પણ જરૂરિયાત પર જ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ગોપનીય માહિતી લીક થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી


આ પણ વાંચો : Happy Birthday Aryan Khan : જુહી ચાવલાએ શાહરુખના લાડલાને અનોખા અંદાજમાં કર્યું બર્થડે વિશ, બાળપણની તસ્વીર શેર કરી લીધો આ સંકલ્પ

Next Article