Viral Video : પુલ તોડતા જ JCB સમાઈ ગયું નદી અંદર, લોકોએ કહ્યું – ડ્રાઈવરનું શું થયું ?

એક વીડિયો વાયરલ (Bulldozer Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક બુલડોઝર નદી પરનો પુલ તોડતું જોવા મળે છે, પરંતુ પછી કંઈક એવું થાય છે કે બુલડોઝર જ નદીમાં પુલ સાથે પડી જાય છે. આ વીડિયો (Viral Video) એવો છે કે જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે.

Viral Video : પુલ તોડતા જ JCB સમાઈ ગયું નદી અંદર, લોકોએ કહ્યું - ડ્રાઈવરનું શું થયું ?
Bulldozer Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Sep 27, 2022 | 11:14 AM

છેલ્લા કેટલાક મહિનાઓથી બુલડોઝરની ચર્ચા વધુ થવા લાગી છે. બાય ધ વે, તેનું મુખ્ય કામ ક્યાંક ખોદવાનું કે કોઈ વસ્તુ કે સ્ટ્રક્ચરને તોડી પાડવાનું છે અને આ કારણોસર તે ચર્ચામાં પણ આવ્યું છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા જ હશે, જેમાં બુલડોઝરનો ઉપયોગ કરીને ઈમારતોને તોડી પાડવામાં આવે છે. આજકાલ આવો જ એક વીડિયો વાયરલ (Bulldozer Viral Video)થઈ રહ્યો છે, જેમાં એક બુલડોઝર નદી પરનો પુલ તોડતું જોવા મળે છે, પરંતુ પછી કંઈક એવું થાય છે કે બુલડોઝર જ નદીમાં પુલ સાથે પડી જાય છે. આ વીડિયો (Viral Video)એવો છે કે જેને જોઈને કોઈ પણ દંગ રહી જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બુલડોઝર પુલને તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ધીમે ધીમે પુલના તળિયે 2-3 વાર અથડાયો કે પુલ તૂટીને પાણીમાં ડૂબી જાય છે, પરંતુ પુલ એવી જગ્યાએથી તૂટી જાય છે કે તેના પર રહેલ બુલડોઝર પણ પાણીમાં પડી જાય છે. બ્રિજ અધવચ્ચેથી તૂટતાંની સાથે જ થોડીક સેકન્ડોમાં આખો પુલ જ પાણીમાં ગરકાવ થઈ જાય છે.

આવી સ્થિતિમાં બુલડોઝર પણ નદીમાં ડૂબી જાય છે. હવે તે બુલડોઝર પર કેટલા લોકો સવાર હતા તે જાણી શકાયું નથી, પરંતુ આ અકસ્માતમાં બુલડોઝરના ચાલકને ગંભીર ઈજા થઈ હશે. આ અકસ્માત ઉત્તર પ્રદેશમાં ક્યાંક થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમે બિલ્ડીંગોને તોડી પાડતા ઘણા બુલડોઝર જોયા હશે, પરંતુ પુલ તોડવાની પ્રક્રિયામાં બુલડોઝર અકસ્માતનો શિકાર બનતું બહુ જ ઓછું જોવા મળે છે.

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર viralbhayani નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ઉત્તર પ્રદેશમાં પુલ તોડતી વખતે બુલડોઝર નદીમાં પડી ગયું’. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 મિલિયન એટલે 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 60 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘ડ્રાઈવરને શું થયું’ તો બીજા યુઝરે લખ્યું છે કે, ‘આશા છે કે ડ્રાઈવર સુરક્ષિત હશે’.