પૈસા ગણવા શખ્સે લીધી ભેંસની મદદ, Viral Video જોઈ યુઝર્સે કહ્યું ‘આ તો નિન્જા ટેકનિક શોધી છે’

આ વીડિયો એક વ્યક્તિ અને ભેંસનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ એક ભેંસ પાસે ઉભો છે. આ દરમિયાન તેના હાથમાં નોટોનું બંડલ જોવા મળે છે. આ પછી જે દેખાય છે. આવું તમે પહેલા ક્યારેય નહિ જોયું હોય.

પૈસા ગણવા શખ્સે લીધી ભેંસની મદદ, Viral Video જોઈ યુઝર્સે કહ્યું આ તો નિન્જા ટેકનિક શોધી છે
Buffalo Viral Video
| Edited By: | Updated on: Mar 31, 2023 | 10:15 PM

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ફની વીડિયો વાયરલ થાય છે. આ ક્રમમાં એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે સૌથી પહેલા માથું પકડી લેશો. ત્યારબાદ તમે હસીને લોટપોટ થઈ જશે. આ વીડિયો એક વ્યક્તિ અને ભેંસનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ એક ભેંસ પાસે ઉભો છે. આ દરમિયાન તેના હાથમાં નોટોનું બંડલ જોવા મળે છે. આ પછી જે દેખાય છે. આવું તમે પહેલા ક્યારેય નહિ જોયું હોય.

આ પણ વાંચો: Gujarat Video: અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલની મનમાની, સ્કૂલબસનો ઉપયોગ ન કરતા 200 વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવ્યા

વીડિયો જોયા પછી તમે નહીં રોકી શકો હસવું

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ નોટો ગણવા માટે ભેંસની મદદ લે છે. જણાવી દઈએ કે નોટો ગણતી વખતે કેટલીક નોટો એકસાથે ચોંટી જાય છે. આના ઉકેલ માટે ઘણા લોકો પોતાના થૂંકનો ઉપયોગ કરે છે, જ્યારે ઘણા લોકો આંગળીમાં પાણી લગાવીને નોટો ગણે છે. અહીં વ્યક્તિએ નોટો ગણવા માટે ભેંસની લાળનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને ઘણા લોકો દંગ રહી ગયા છે. ઘણા લોકોને આ વીડિયો ફની લાગી રહ્યો છે તો કેટલાક લોકો વ્યક્તિની હરકતો પર ગુસ્સે થઈ રહ્યા છે. જુઓ વીડિયો.

ભેંસની લાળ વડે નોટો ગણતી વ્યક્તિને જોઈને ઘણા લોકો કહેતા હોય છે કે નોટએ લક્ષ્મીજી છે, તેથી વ્યક્તિએ આવું બિલકુલ ન કરવું જોઈએ. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ભાઈ, નોટો મહેનતથી કમાય છે, તેનું સન્માન કરતા શીખો.’ ફની કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈએ નોટો ગણવાની નિન્જા ટેકનિક શોધી કાઢી છે.’

જણાવી દઈએ કે વીડિયો @Poonam_Datta નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં સેંકડો લોકો જોઈ ચૂક્યા છે. આમ તો પ્રાણીઓને લઈ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ લોકોને ફની વીડિયો વધુ પસંદ આવતા હોય છે ત્યારે આ વીડિયો પણ ખુબ ફની છે જેને જોઈ લોકો પોતાનું હસવુ રોકી શકતા નથી.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…