Video: ભેંસે કાચબાનો જીવ બચાવવા લગાવ્યુ ગજબનું દિમાગ ! વીડિયો જોઈ લોકોએ કહ્યું ” અક્કલ બડી કે ભેંસ”

આજકાલ એક ભેંસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભેંસ જે રીતે દિમાગ લગાવે છે, તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

Video: ભેંસે કાચબાનો જીવ બચાવવા લગાવ્યુ ગજબનું દિમાગ ! વીડિયો જોઈ લોકોએ કહ્યું  અક્કલ બડી કે ભેંસ
Buffalo save Tortoise
| Edited By: | Updated on: Dec 19, 2021 | 4:06 PM

Funny Video: સોશિયલ મીડિયા પર પ્રાણીઓ સંબંધિત વીડિયો ખુબ પસંદ કરવામાં આવે છે. દરરોજ પ્રાણીઓના વીડિયો (Animals Video) ઈન્ટરનેટ પર વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક પ્રાણીઓની હરકતો જોઈને લોકો પણ વિચારમાં પડી જાય છે. સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે ભેંસમાં (Buffalo) અક્કલ હોતી નથી. પરંતુ તાજેતરમાં જે વીડિયો સામે આવ્યો છે, જેમાં ભેંસ જે રીતે દિમાગ લગાવીને કાચબાનો જીવ બચાવે છે, તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

 

ભેંસે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાચબો ઝાડની નીચે ઊંધો પડેલો છે અને તેની બાજુમાં એક ભેંસ ઉભેલી જોવા મળે છે. બાદમાં આ ભેંસ તેના શિંગડાની મદદથી તે કાચબાને સીધો કરવાનો પ્રયાસ કરે છે. થોડા સમય બાદ આખરે ભેંસ સફળ થાય છે અને કાચબાનો જીવ બચી જાય છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ(Internet) પર ધમાલ મચાવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

 

આ વીડિયો પ્રાણી સંગ્રહાલયમાં શૂટ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભેંસની પાછળ ઝીબ્રા પણ ઉભેલા જોવા મળે છે. આ હદય સ્પર્શી વીડિયો જોઈને લોકો ભેંસના ખૂબ વખાણ કરી રહ્યા છે.

 

યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IFS ઓફિસર સુસાંતા નંદાએ(Susanta Nanda) શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘બધા દયાળુ રહે… ભેંસે આ રીતે કાચબાનો જીવ બચાવ્યો. આ શાનદાર વીડિયોને અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે આ જોઈને લાગે છે કે અક્કલ કરતા ભેંસ મોટી છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યુ કે, ખરેખર…ભેંસને પણ અક્કલ હોય છે.

 

 

આ પણ વાંચો: દબંગનો બિન્દાસ અંદાજ : NCP નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાને લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

 

આ પણ વાંચો:  Video : બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, બે યુવાનોએ આગથી બચવા કંઈક એવુ કર્યુ કે જોઈને તમારા ધબકારા વધી જશે

Published On - 4:06 pm, Sun, 19 December 21