Viral: મસાલા ઢોંસા ટેસ્ટ કર્યા બાદ બ્રિટિશ હાઈ કમિશનરે વડાપાઉંનો સ્વાદ ચાખ્યો! સોશિયલ મીડિયા પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા

બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ આજકાલ ભારતની વિવિધ વાનગીઓના ફોટા ટ્વીટર (Twitter) પર શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Viral: મસાલા ઢોંસા ટેસ્ટ કર્યા બાદ બ્રિટિશ હાઈ કમિશનરે વડાપાઉંનો સ્વાદ ચાખ્યો! સોશિયલ મીડિયા પર લોકોએ આપી આવી પ્રતિક્રિયા
British high commissioner Alex (File Photo)
| Edited By: | Updated on: Sep 11, 2021 | 6:11 PM

Viral photos: તાજેતરમાં બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ ભારતની મુલાકાતે છે, ત્યારે તે વિવિધ વાનગીના ટેસ્ટ(Test) કરતા જોવા મળી રહ્યા છે, તમને જણાવી દઈએ કે બેંગલોરમાં મસાલા ઢોંસા (Masala Dosa)નો સ્વાદ ચાખ્યા બાદ એલેક્સ હવે મહારાષ્ટ્ર (Maharashtra)ના વડાપાવ (Vadapav)નો આનંદ માણતા જોવા મળ્યા હતા. ટ્વીટર પર તેની એક તસવીર શેયર(Viral photos) કરતાં એલેક્સે કેપ્શનમાં લખ્યું, મુંબઈમાં #Vadapav ખાવાનો હંમેશા સમય હોય છે. સાથે મરાઠીમાં લખ્યુ કે,’લઈ ભારી’.

 

બ્રિટિશ હાઈ કમિશનર ભારતની મુલાકાતે

મુંબઈમાં બ્રિટિશ હાઈ કમિશનર રાજકારણીઓ અને અધિકારીઓ (Officers) સાથે બેઠક કરી રહ્યા છે. પરંતુ તેમના ટ્વીટર હેન્ડલ જોઈને લાગે છે કે તે આ મુલાકાતનો ખુબ આનંદ માણી રહ્યા છે. ત્યારે તાજેતરમાં તેમણે ગેટવે ઓફ ઈન્ડિયાની સામે ઉભા રહીને વડાપાઉંની એક તસવીર શેર કરી છે. તેમની તસવીર હાલ સોશિયલ મીડિયા (Social media) પર ખુબ વાયરલ થઈ રહી છે.

 

જુઓ તસવીર

 

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

આ તસવીર હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહી છે, લોકો આ તસવીરને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે, જેમાં એક યુઝર્સ (Users) પ્રતિક્રિયા આપતા બિહારની વાનગી લિટ્ટીની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, એકવાર આ વાનગીને પણ અજમાવી જુઓ. હાલ આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

 

 

આ પણ વાંચો: એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ કરાવી ગણપતિ દાદાની ગજબ એન્ટ્રી, Video જોઈને તમે પણ બોલશો ‘ગણપતિ બાપ્પા મોરિયા’

 

આ પણ વાંચો:  Video : અમેરિકન વ્યક્તિએ ‘શ્રી ગણેશ દેવા’ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ કહેશો OMG