બ્રિટનમાં સૌથી ભયાનક દુષ્કાળ, રેર્કોડબ્રેક ગરમીને કારણે લોકો ત્રાહીમામ

|

Aug 12, 2022 | 10:36 PM

Britainમાં 1976 બાદ સૌથી મોટો ભયાનક દુષ્કાળ પડ્યો છે. તેના ચોંકાવનારા ફોટોઝ સામે આવ્યા છે. લોકો ગરમીને કારણે પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

1 / 5
ઓછા વરસાદ અને રેકોર્ડબ્રેક ગરમીના કારણે બ્રિટનમાં ભયંકર દુષ્કાળ પડી રહ્યો છે.  બ્રિટનના 14માંથી 8 વિસ્તારોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે.  આ દુષ્કાળને  1976 પછીનો સૌથી મોટો દુકાળ કહેવામાં આવી રહ્યો છે.

2 / 5
આ 8 પ્રદેશોમાં ડેવોન અને કોર્નવોલ, સોલેન્ટ અને સાઉથ ડાઉન્સ, કેન્ટ અને સાઉથ લંડન, હાર્ટ્સ એન્ડ નોર્થ લંડન, ઈસ્ટ એંગ્લિયા, થેમ્સ, લિંકનશાયર અને નોર્થમ્પટનશાયર, ઈસ્ટ મિડલેન્ડ્સનો સમાવેશ થાય છે.

3 / 5
યોર્કશાયર અને વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તાર ઓગસ્ટના અંતમાં દુષ્કાળથી પ્રભાવિત થવાની ધારણા છે. ઓછા વરસાદ અને કાળઝાળ ગરમીના કારણે અહીંના જળાશયોનું સ્તર ઘણું નીચે ગયું છે, જેના કારણે અહીં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

4 / 5
બ્રિટનના જળ પ્રધાન સ્ટીવ ડબલે કહ્યું છે કે, અમે હાલમાં જુલાઈ પછીના બીજા હીટવેવનો સામનો કરી રહ્યા છીએ. દેશના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે. પાણીની તમામ કંપનીઓએ અમને જરૂરી પાણી પુરવઠાની ખાતરી આપી છે.

5 / 5
વર્ષ 2022માં બ્રિટનમાં જુલાઈ મહિનામાં તાપમાન 38-42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દક્ષિણમાં 1836 પછી પ્રથમ વખત જુલાઈમાં ખૂબ ઓછો વરસાદ થયો હતો. આ વર્ષે સરેરાશ વરસાદના 53 ટકા છે.

Published On - 10:34 pm, Fri, 12 August 22

Next Photo Gallery