વિદાય દરમિયાન કૂતરો નથી છોડી રહ્યો દુલ્હનનો સાથ, જુઓ આ દિલને સ્પર્શી જાય તેવો Cute Viral Video

વીડિયોમાં જોઈ શકાય છે કે વિદાય સમારંભ દરમિયાન દુલ્હન તેના પ્રિય મિત્રને વહાલ કરી રહી છે. જે ઘણા લોકોના હૃદયને સ્પર્શે તેવી વાત છે કૂતરો કન્યાને વળગી રહે છે અને જવા દેવાનો ઇનકાર કરે છે.

વિદાય દરમિયાન કૂતરો નથી છોડી રહ્યો દુલ્હનનો સાથ, જુઓ આ દિલને સ્પર્શી જાય તેવો Cute Viral Video
Bride Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 03, 2023 | 1:36 PM

ડોગ હંમેશા લોકોને વફાદાર રહેતા હોય છે. કૂતરા અને માનવ વચ્ચેના આવા પ્રેમભર્યા સંબંધોનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તે બતાવે છે કે કેવી રીતે એક પાલતુ કૂતરો તેના વિદાય સમારંભ દરમિયાન કન્યાને છોડવાનો ઇનકાર કરે છે. આ વીડિયો ઈમોશનલ છે અને આ જોઈને ત્યાં હાજર લોકોને પણ આંખમાં આંસુ આવી ગયા છે. વીડિયો જોઈ લોકો પણ ઈમોશનલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: VIRAL VIDEO: સગાઈ બાદ કપલે ડાન્સ ફ્લોર પર મચાવી ધમાલ, લોકો કરી રહ્યા છે પરફોર્મન્સના વખાણ

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘પ્રાણી પણ આ બધુ જાણે છે’ વીડિયોમાં જોઈ શકાય છે કે વિદાય સમારંભ દરમિયાન દુલ્હન તેના પ્રિય મિત્રને વહાલ કરી રહી છે. જે ઘણા લોકોના હૃદયને સ્પર્શે તેવી વાત છે કૂતરો કન્યાને વળગી રહે છે અને જવા દેવાનો ઇનકાર કરે છે.

6 જાન્યુઆરીના રોજ શેર કરવામાં આવ્યો ત્યારથી, આ વીડિયોને અત્યાર સુધીમાં 5.4 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે અને સંખ્યા હજુ પણ વધી રહી છે. શેર કરાયેલા આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘તેને તમારી સાથે લઈ જાઓ.’ બીજા યુઝરે લખ્યું, ‘સાચો પ્રેમ.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘સરસ.’ ચોથા યુઝરે કોમેન્ટ કરી, ‘કુતરા ખરેખર માણસના બેસ્ટ ફ્રેન્ડ છે. આ કેટલો ક્યૂટ વીડિયો છે. હું રડી રહ્યો છું.’ ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં ક્રાઇંગ અને હાર્ટ ઇમોટિકન્સ પણ પોસ્ટ કર્યા છે.

આમ તો ડોગને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ તેમાના મોટા ભાગના ફની વીડિયો હોય છે જે લોકોને ખુબ પસંદ આવતા હોય છે પરંતુ આ ખુબ ઈમોશનલ વીડિયો છે જે લોકોના દિલને સ્પર્શી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે તેમા ક્યારે શુ વાયરલ થઈ જાય કંઈ કહી શકાય નહીં. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થયો છે તે ખુબ જ સુંદર છે અને લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.