Viral Video : કોંગ્રેસ નેતાના લગ્નમાં દુલ્હન કાર ચલાવી પહોંચી સાસરે, વીડિયો જોઈને જનતા પણ ખુશ થઈ !

તાજેતરમાં દુલ્હનનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દુલ્હનનો સ્વૈગ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Viral Video : કોંગ્રેસ નેતાના લગ્નમાં દુલ્હન કાર ચલાવી પહોંચી સાસરે, વીડિયો જોઈને જનતા પણ ખુશ થઈ !
Bride Swag video viral on social media
| Edited By: | Updated on: Aug 26, 2021 | 12:56 PM

Viral Video : સોશિયલ મીડિયા પર એક કોંગ્રેસ નેતાના લગ્નનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હન કાર ચલાવીને તેના સાસરિયામાં પહોંચે છે, ત્યારે લોકો કાશ્મીરી દુલ્હનના આ અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, આ યુવતીના લગ્ન બે દિવસ પહેલા ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં (Baramulla District) થયા હતા, તેમજ વર અને કન્યા બંને કાશ્મીરના રહેવાસી છે.

આ વીડિયોને MantashaQ નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં  વરરાજા અને દુલ્હન તેમના લગ્ન પહેરવેશમાં જોવા મળે છે. દુલ્હન વિદાય બાદ ખુશીથી તેના સાસરિયાના ઘરે જઈ રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, દુલ્હન મહિન્દ્રા થાર ચલાવી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં (Caption) લખવામાં આવ્યું છે કે, એક દુલ્હન વરરાજા સાથે પોતાના સાસરિયામાં જઈ રહી છે #KhudkafeelKashmir.

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં મોટાભાગના ટ્વિટર યુઝર્સે વરરાજા -દુલ્હનને અભિનંદન આપ્યા અને વીડિયોને ‘સુંદર’ ગણાવ્યો. એક યુઝરે લખ્યું કે, “મારા માટે આ ખૂબ જ સુંદર દ્રશ્ય છે.”

મળતી માહિતી મુજબ, દુલ્હનનું નામ સના વાની અને વરરાજાનું નામ શેખ અમીર છે. વીડિયો વાયરલ થયા પછી શેખ અમીરે જણાવ્યુ હતુ કે, “સનાએ મારી પાસે ગાડી ચલાવવાની પરવાનગી માગી અને મેં તરત તેને આપી. અમને ખબર નહોતી કે અમારો આ વીડિયો આટલો બધો વાયરલ થશે.”

 

આ પણ વાંચો: Funny Animal Video : હાથીનો મસ્તીભર્યો અંદાજ જોઈને તમને પણ લાગશે કે આ હાથીને માછલી બનવાનું મન થઈ રહ્યુ છે !

આ પણ વાંચો: Viral Photos : સલમાન ખાને કેટરિનાના કાનમાં શું કહ્યું ? વાયરલ થયેલી આ રમુજી તસવીરમાં છુપાયેલું છે રહસ્ય !

Published On - 12:56 pm, Thu, 26 August 21