Viral Video : મનપસંદ સોંગ ન વાગતા દુલ્હન ગુસ્સે થઈ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હનની એન્ટ્રી થઈ રહી છે, પરંતુ મનપસંદ સોંગ ન વાગતા દુલ્હન ગુસ્સે થઈ જાય છે.

Viral Video : મનપસંદ સોંગ ન વાગતા દુલ્હન ગુસ્સે થઈ, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો !
bride refuses to enter her wedding
| Edited By: | Updated on: Aug 26, 2021 | 12:24 PM

Viral Video : દરેક યુવતીના જીવનમાં તેના લગ્નનો દિવસ સૌથી ખાસ હોય છે. તેથી જ દરેક યુવતી ઈચ્છે છે કે તેના લગ્નનો દિવસ બાકીના દિવસોથી વિશેષ હોય. તેથી તે લગ્ન માટે અગાઉથી જ આયોજન કરે છે. જેમાં કેવી રીતે શણગાર કરવો, ક્યાં સોંગ પર ડાન્સ કરવો. ત્યારે તાજેતરમાં એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક દુલ્હન તેની પસંદગીનું સોંગ ન વાગતા ગુસ્સે થઈ જાય છે.

ઇન્સ્ટાગ્રામ પર The Wedding Brigade નામના એકાઉન્ટ પરથી આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હનની એન્ટ્રી થવાની છે, પરંતુ અચાનક દુલ્હન (Bride) ગુસ્સે થઈ જાય છે. દુલ્હન કહે છે કે, મેં કહ્યું હતું તે સોંગ કેમ વગાડવામાં ન આવ્યુ, મેં તે ગીત માટે ઘણા સમય પહેલા વાત કરી હતી. જો કે બાદમાં પસંદગીનું સોંગ વાગે છે અને દુલ્હનના ચહેરા પર સ્મિત જોવા મળે છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ઈન્ટરનેટની દુનિયામાં આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 23 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વિડિઓ યુઝર્સ (Users) શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું કે, “ગીત શરૂ ન થાય ત્યાં સુધી પ્રવેશ ન કરો.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું કે, અગાઉથી વિચારેલુ વ્યર્થ થઈ ગયુ. આ સિવાય અન્ય લોકોએ વિડીયો પર વિવિધ પ્રકારની રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : પોલીસકર્મીનો અનોખો અંદાજ ! બાઈકર્સ સાથે રસ્તા પર ક્રિકેટ રમતા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચો:  Viral Video: બૉલીવુડ ગીત પર બૌધ્ધ ભિક્ષુઓએ કર્યો જબરદસ્ત ડાંસ, વીડિયો જોઇ તમે પણ ચોંકી ઉઠશો