નાનકડી બાળકી માટે જીવના જોખમે કૂદી પડ્યો 3 મહિનાનું શ્વાન, Video જોઈને આંખો ભીની થઈ જશે

સોશિયલ મીડિયા પર પશુંઓનો પણ ઈમોશનલ વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે વર્તમાન સમયમાં આવા જ એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં માત્ર 3 મહિનાનું ગોલ્ડન રિટ્રીવર શ્વાન સ્વિમિંગ પુલમાં ડૂબી રહેલી બે વર્ષની બાળકીને બચાવતું જોવા મળે છે. આ શ્વાનની બહાદૂરી જોઈને લોકો તેના ખૂબ વખાણ કર્યા છે. નાની ઉંમરમાં શ્વાનએ જે સમજદારી અને સતર્કતા બતાવી છે, તે ખરેખર આશ્ચર્યજનક છે.

નાનકડી બાળકી માટે જીવના જોખમે કૂદી પડ્યો 3 મહિનાનું શ્વાન, Video જોઈને આંખો ભીની થઈ જશે
Viral Video
| Updated on: Nov 25, 2026 | 12:51 PM

સોશિયલ મીડિયા પર પશુંઓનો પણ ઈમોશનલ વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે વર્તમાન સમયમાં આવા જ એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં માત્ર 3 મહિનાનું ગોલ્ડન રિટ્રીવર શ્વાન સ્વિમિંગ પુલમાં ડૂબી રહેલી બે વર્ષની બાળકીને બચાવતું જોવા મળે છે. આ શ્વાનની બહાદૂરી જોઈને લોકો તેના ખૂબ વખાણ કર્યા છે. નાની ઉંમરમાં શ્વાનએ જે સમજદારી અને સતર્કતા બતાવી છે, તે ખરેખર આશ્ચર્યજનક છે.

શું છે સમગ્ર ઘટના?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રાઝિલમાં બે વર્ષની બાળકી માઇતે પોતાના પરિવાર સાથે એક સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાં ઘરની બહાર સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો હતો. પરિવારનું પાલતુ ગોલ્ડન રિટ્રીવર શ્વાન તેરેસા પણ ત્યાં હાજર હતું.

ઉલ્લેખનીય છે કે આ દરમિયાન બાળકીની માતા ગ્લાડિસા કેકનો ટુકડા લેવા ઘરની અંદર ગઈ હતી. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન અચાનક તેનો પગ લપસ્ટો અને તે સીધી પાણીમાં પડી ગઈ હતી.

બાળકીને બચાવવા શ્વાને લગાવી છલાંગ

પાણીમાં પડ્યા બાદ બાળકી નીકળવાનો પ્રયાસ કરવા લાગી હતી. પરંતુ તે પુલની બહાર આવી શકી ન હતી. આ જોઈને 3 મહિનાના પાલતુ શ્વાને તરત જ પાણીમાં કૂદી પડ્યું હતુ. તે તરતું-તરતું બાળકી પાસે પહોંચ્યું હતું. બાળકી કૂતરાને પકડી લે છે અને કૂતરું તેની નજીક રહીને તેને ડૂબતી બચાવવામાં મદદ કરે છે.

 

માતા અને બહેને બાળકીને બહાર કાઢી

આ દરમિયાન બાળકીની માતા અને મોટી બહેન પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. બંનેએ તાત્કાલિક બાળકીને અને કૂતરાને પાણીમાંથી બહાર કાઢ્યાં હતાં. રિપોર્ટ્સ અનુસાર, બાળકી સુરક્ષિત હતી અને તેને કોઈ ઈજા થઈ નહોતી.

બાળકીની માતાએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો દ્વારા તેમણે અન્ય માતા-પિતાને બાળકોની સુરક્ષા અંગે સાવચેત રહેવાની અપીલ પણ કરી છે. ખાસ કરીને સ્વિમિંગ પૂલ પાસે નાના બાળકોને એકલા ન છોડવા જોઈએ. કૂતરાની આ બહાદુરીએ ફરી સાબિત કર્યું છે કે પ્રાણીઓની સતર્કતા અને વફાદારી ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિમાં ખૂબ મદદરૂપ બની શકે છે.

આ પણ વાંચો : ફરવા આવ્યા અને સફાઈ કરીને જીત્યાં દિલ,વિદેશી પર્યટકોનો Video Viral

Follow Us
Loading...
Unable to load recommendations.