
હંમેશા લોકો પ્રેમને વ્યક્ત કરવા માટે કાંઈ નવું કરવાનો પ્લાન બનાવે છે. પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માટે અનોખો બર્થ પ્લાન પણ બનાવતા હોય છે. મોંઘી ગિફ્ટો આપે છે તેમજ લાખોના ખર્ચાઓ પણ કરે છે. પરંતુ બેંગ્લોરમાં એક બોયફ્રેન્ડે પોતાની ગર્લફ્રેન્ડ માટે એવું કામ કર્યું છે. જેના લોકો આજે વખાણ કરી રહ્યા છે. અવિકા ભટ્ટાચાર્ય નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની ગર્લફ્રેન્ડના 26માં જન્મદિવસ પર 26 કિલોમીટરની રેસ લગાવતો જોવા મળે છે.
વીડિયોની શરુઆતમાં સિમરન કહે છે કે, તે પોતાના જન્મદિવસ પર 26 કિલોમીટર દોડવા માંગતી હતી પરંતુ તેની તબિયત સારી ન હતી. પોતાના બોયફ્રેન્ડને વાત જાણી તે આશ્ચર્ય થઈ ગઈ છે. આ વીડિયમાં ભટ્ટાચાર્યએ કહેતા જોવા મળે છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડ 26 વર્ષની થઈ છે. આ માટે તેમણે તેના જન્મદિવસ પર 26 કિલોમીટરની રેસ લગાવી રહ્યો છે. ભટ્ટાચાર્યે જણાવ્યું કે, તે કોઈ ઈયરફોન લગાવ્યા વગર દોડી રહ્યો છે. જેનાથી તે વિચારી શકે તેમજ સિમરનની સાથે પસાર કરેલા દિવસોને યાદ કરી શકે.
અવિકા ભટ્ટાતાર્યના વીડિયોએ સોશિયલ મીડિયા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. લોકો તેના ખુબ વખાણ પણ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, અવિકે પોતાના સંબંધોનું કદ મોટું કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર અવિક અને તેની ગર્લફ્રેન્ડ સિમરનનું એક જોઈન્ટ અકાઉન્ટ પણ છે. જેન પર તે પોતાના વીડિયો શેર કરે છે.અવિકાએ એ પણ કહ્યું કે, તે અને સિમરન મુંબઈ મેરેથોનની તૈયારી પણ કરી રહ્યા છે.
જો તમારી ગર્લફ્રેન્ડનો પર જન્મદિવસ કે પછી તમારી પત્નીનો જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી આવી રહી છે. તો તમે પણ આ રીતે સુંદર ગિફટ આપી તમે ઉજવણી કરી શકો છો.