દિવાળી બાદ અચાનક સોશિયલ મીડિયા પર #BoycottCadbury થયુ ટ્રેન્ડ, જાણો તેની પાછળનું કારણ

દરેક સારા અને ખુશીના પ્રસંગે Cadbury ખાવામાં આવે છે પણ હાલમાં તેના પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. Cadburyની દિવાળીની જાહેરાતને કારણે સોશિયલ મીડિયા પર લોકો #BoycottCadbury ટ્રેન્ડ કરી રહ્યા છે.

દિવાળી બાદ અચાનક સોશિયલ મીડિયા પર #BoycottCadbury થયુ ટ્રેન્ડ, જાણો તેની પાછળનું કારણ
Boycott Cadbury trended
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 30, 2022 | 5:16 PM

કોરોના મહામારીના લગભગ 2 વર્ષ બાદ ભારતમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો. લોકોએ કોઈપણ પ્રતિબંધ અને નિયમો વગર ધામધૂમથી આ તહેવાર ઉજવ્યો. આ દિવાળી પર માર્કેટના વેપારીઓનો પણ સારો વેપાર થયો. ચોકલેટ અને મિઠાઈઓનું પણ આ દિવાળીએ મોટી માત્રામાં વેચાણ થયુ. ચોકલેટનું નામ આવે એટલે મોટાભાગના ભારતીયોના મોંઢા પર Cadbury નામ જ આવે છે. દરેક સારા અને ખુશીના પ્રસંગે Cadbury ખાવામાં આવે છે પણ હાલમાં તેના પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે. Cadburyની દિવાળીની જાહેરાતને કારણે સોશિયલ મીડિયા પર લોકો #BoycottCadbury ટ્રેન્ડ કરી રહ્યા છે.

આ પહેલા પણ કેડબરી બ્રાન્ડની લોકો દ્વારા એક મુદ્દા પર આલોચના કરવામાં આવી હતી પણ આ વખતે મુદ્દો થોડો અલગ છે. આ વખતે કેડબરી તેની બ્રાન્ડની પ્રોડક્ટને કારણે નહીં પણ તેની એક જાહેરાતને કારણે લોકોની આલોચનાનો સામનો કરી રહી છી. આ દિવાળી પર તેના દ્વારા કરવામાં આવી રહેલી એક જાહેરાતને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર #BoycottCadbury થયુ ટ્રેન્ડ

 

 

 

 

કેડબરીની આ જાહેરાત ઘણા સમયથી અનેક જગ્યા એ ચાલી રહી છે. આ જાહેરાતને ટ્વિટર પર શેયર કરીને ભાપજના નેતા ડો. પ્રાચી સાધ્વી એ લખ્યુ છે કે, આ જાહેરાતથી વડાપ્રધાન મોદીના પિતાના નામને ખરાબ કરવામાં આવી રહ્યુ છે. લોકોને વચ્ચે એ સંદેશ જઈ રહ્યો છે કે ચાયવાળાના બાપા દિવાવાળા હતા. ભાજપના નેતાના આવા ટ્વિટ પછી સોશિયલ મીડિયા પર #BoycottCadbury ટ્રેન્ડ થવા લાગ્યુ. અનેક લોકો ભાજપ નેતાના સમર્થનમાં એ ટ્વિટને રિટ્વિટ પણ કરવા લાગ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર #BoycottCadbury થઈ રહ્યુ છે.