Viral Video: પાણી ઉપર દોડ્યો યુવક, વીડિયો જોઈ લોકોના ઉડ્યા હોંશ, જુઓ વીડિયો

|

Jul 25, 2022 | 12:34 PM

થોડીક સેકન્ડનો આ વીડિયો ઇન્ટરનેટ (Internet) પર ખળભળાટ મચાવી રહ્યો છે. બધાને નવાઈ લાગે છે કે માણસ પાણી પર કેવી રીતે દોડી શકે? આ વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ વાત કહી રહ્યા છે. વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો.

Viral Video: પાણી ઉપર દોડ્યો યુવક, વીડિયો જોઈ લોકોના ઉડ્યા હોંશ, જુઓ વીડિયો
Boy Running on water viral video
Image Credit source: Instagram

Follow us on

આ દિવસોમાં એક છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral video) થઈ રહ્યો છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. વાસ્તવમાં, વીડિયોમાં છોકરો તળાવ પર દોડતો (Boy Running On Water) જોવા મળે છે. આ છોકરો પાણી પર દોડી રહ્યો છે. થોડીક સેકન્ડનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે. બધાને નવાઈ લાગે છે કે માણસ પાણી પર કેવી રીતે દોડી શકે? આ વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ વાત કહી રહ્યા છે. વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક મોટું તળાવ જોઈ શકો છો. ત્યારે તળાવ પાસે ગળામાં રૂમાલ પહેરેલો એક છોકરો દેખાય છે, જે પાણીમાં કૂદવાની તૈયારી કરી રહ્યો છે. તમે જોઈ શકો છો કે તેણે પોતાનો રૂમાલ રેલિંગ પર મૂક્યો હતો. પણ આ શું કૂદવાને બદલે, છોકરો પાણી પર ઝડપથી દોડીને તળાવના બીજા છેડે પહોંચે છે. આ ખરેખર એક આશ્ચર્યજનક દૃશ્ય છે. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ ખૂબ જ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર rehkhan7854 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહ્યો છે.જ્યારથી આ વીડિયો અપલોડ થયો છે ત્યારથી લગભગ 20 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ઘણા લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

જોકે, વીડિયો જોયા પછી ઘણા યુઝર્સને વિશ્વાસ નથી થતો. કેટલાક લોકો કહે છે કે તળાવ બરફથી જામી ગયું છે, જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે છોકરાએ દોડતા પહેલા તળાવની નીચે કાચ નાખ્યો હશે. વેલ, મામલો ગમે તે હોય, પરંતુ આ વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે. એક યુઝર પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે, ઇમ્પોસિબલ. ત્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ઓહ માય ગોડ… હું શું જોઈ રહ્યો છું. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, તળાવનું પાણી જામી ગયું છે, છોકરો બરફ પર દોડ્યો છે.

Next Article