ઝરણાંના કિનારે પ્રપોઝ કરવું છોકરાને ભારે પડ્યું, નસીબે એવી રીતે છેતર્યા કે કપલ જોતું જ રહી ગયું

આજકાલ લોકો પ્રેમને અલગ-અલગ રીતે વ્યક્ત કરે છે. કેટલાક લોકોને આમાં સફળતા (Success) મળે છે તો કેટલાક મજાક બની જાય છે. જો કે એ જરૂરી નથી કે દરેક વખતે છોકરી જ તમારી મજાક ઉડાવે. ક્યારેક નસીબ (Luck) પણ માણસોને છેતરે છે.

ઝરણાંના કિનારે પ્રપોઝ કરવું છોકરાને ભારે પડ્યું, નસીબે એવી રીતે છેતર્યા કે કપલ જોતું જ રહી ગયું
Prapose Viral video
| Edited By: | Updated on: Sep 30, 2022 | 7:40 AM

દુનિયાનો દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તેના જીવનમાં પ્રપોઝની એક ક્ષણ અવશ્ય આવે કારણ કે, દુનિયામાં એવા બહુ ઓછા લોકો હોય છે જે દરેકની સામે પોતાના પ્રેમનો (Love) એકરાર કરવાની હિંમત ધરાવતા હોય. દરેક વ્યક્તિએ પ્રેમ કરવો સહેલો છે પણ સામે અપનાવવો મુશ્કેલ છે. પરંતુ એવું જરૂરી નથી કે તમે પ્રપોઝ (Propose) કરવા જાવ તો તમારી સાથે બધુ બરાબર થાય, ક્યારેક આવી ભૂલો પણ થાય છે. આ જોઈને લોકોને હસવા માંથી ખસવું થઈ જાય છે.

આજકાલ લોકો પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. કેટલાક લોકોને આમાં સફળતા મળે છે તો કેટલાક મજાક બની જાય છે. જો કે એ જરૂરી નથી કે છોકરી જ દરેક વખતે તમારી મજાક ઉડાવે. ક્યારેક નસીબ પણ માણસોને છેતરે છે. આવો જ એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. જ્યાં લોકેશન, કેમેરા, ગર્લફ્રેન્ડ… બધું જ પરફેક્ટ હતું પણ જીવનની સૌથી સુંદર ક્ષણ નસીબના ખેલથી બગડી ગઈ.

વીડિયો પ્રપોઝલનો ફની વીડિયો અહીં જૂઓ…..

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કપલ એક સુંદર લોકેશન પર હાજર છે. જ્યાં આસપાસ સુંદર ધોધ અને લીલી ખીણો છે. આ દરમિયાન પ્રેમી તેની પ્રેમિકાને પ્રપોઝ કરવા ઘૂંટણિયે બેસી જાય છે પરંતુ તેનું નસીબ તેને દગો આપે છે. વાસ્તવમાં, તે તેની ગર્લફ્રેન્ડ માટે જે વીંટી લાવ્યો હતો, તે તેના ઘૂંટણ પર બેસતાની સાથે જ તેના હાથમાંથી પડી જાય છે અને તે વીંટી અચાનક ધોધમાં જઈને પડે છે. નસીબનો આ ખેલ જોઈને કપલ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર failarmy નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને 15 લાખથી વધુ લોકોએ જોયો છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપવામાં આવી રહ્યો છે. લોકો વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો સતત વીડિયો શેર કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે ‘આવું કોઈની સાથે ન થવા દો! બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું, ‘મૂર્ખતાને કારણે તેણે નુકસાન કર્યું..! ત્રીજા યૂઝરે લખ્યું કે, છોકરા સાથે ખૂબ જ ખરાબ થયું..!