Viral: શખ્સે ઊભા પણ ન રહી શકાય એવી ખતરનાક જગ્યાએ કર્યો સ્ટંટ, લોકોએ ગુસ્સામાં કહ્યું ‘નીચે પડી જાત તો વધુ લાઈક્સ મળ્યા હોત’

વીડિયોમાં એક યુવાન ટેકરીની ટોચ પર બેકફ્લિપ (Backflip)કરતો જોવા મળે છે. અહીં એક ભૂલ અને આ છોકરાનો જીવ ગયો સમજો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Viral: શખ્સે ઊભા પણ ન રહી શકાય એવી ખતરનાક જગ્યાએ કર્યો સ્ટંટ, લોકોએ ગુસ્સામાં કહ્યું નીચે પડી જાત તો વધુ લાઈક્સ મળ્યા હોત
Boy did backflip on mountain edge
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Mar 15, 2022 | 12:46 PM

કંઈક અનોખું અને અલગ કરવાની ઈચ્છામાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા પણ ખચકાતા નથી. ખાસ કરીને તમને સ્ટંટ વીડિયો (Stunt Videos)માં આ વધુ જોવા મળશે. ઘણી વખત લોકો દુર્ઘટનાઓનો ભોગ પણ બન્યા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકો ચીસો પાડી ઉઠ્યા છે (Shocking Video).વીડિયોમાં એક યુવાન ટેકરીની ટોચ પર બેકફ્લિપ (Backflip)કરતો જોવા મળે છે. તમે જોઈ શકો છો કે અહીં એક ભૂલ અને આ છોકરાનો જીવ ગયો સમજો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક યુવાન ટેકરીની ટોચ પર ઊભો છે, જ્યાંથી ખાડો શરૂ થાય છે. આ પછી, તે જે પણ કરે છે તે જોઈને તમારી ચીસ નીકળી જશે. આ યુવાન ટેકરીની બાજુએ બેકફ્લિપ કરે છે અને નીચે ખડક પર ઉતરે છે. આ નજારો જોઈને કોઈ પણ નવાઈ પામશે. કારણ કે થોડી ભૂલ અને છોકરો સેંકડો ફૂટ નીચે ખાઈમાં પડી ગયો હોત. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

શ્વાસ થંભાવી દેતો આ સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર parkour_tribe નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, વેબસ્ટર ડાઉનહિલ. એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 11 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જો કે આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ સ્ટંટ બોય પર ગુસ્સે છે. લોકો કહે છે કે માત્ર નશાખોર વ્યક્તિ જ આવું મૂર્ખામીભર્યું કૃત્ય કરશે.

એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘જો ભાઈ ખડક પરથી સરકીને ખાઈમાં પડી ગયા હોત તો કદાચ આ વીડિયોને વધુ લાઈક્સ મળ્યા હોત.’ શું છે સમસ્યા. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે આ લોકો પોતાના જીવ સાથે રમવા માટે તૈયાર છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું,’

આ વીડિયો જોયા પછી મારા પેટમાં આંટી ચડી ગઈ.’ એકંદરે આ વીડિયો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો કે, મોટાભાગના યુઝર્સે યુવાનને આવ ન કરવા સલાહ આપી છે. ત્યારે અમે પણ એ જ સલાહ આપીએ છીએ કે આવા જોખમી સ્ટંટ ન કરવા જોઈએ.

આ પણ વાંચો: Viral: પ્રેમી માટે પ્રેમિકાએ ખાસ અંદાજમાં ગાયુ ગીત, લોકોએ કહ્યું ‘ભગવાન પ્રેમીને આ ગીત સાંભળવાની શક્તિ દે’

આ પણ વાંચો: Technology: Wifi મોડેમનું નામ તો સાંભળ્યું હશે પણ ‘વાઈફાઈ રિપીટર’ એટલે શું, જાણો કેવી રીતે કરે છે કામ