યુવકે કર્યો ગજબનો સ્ટંટ, Viral વીડિયો જોઈ લોકોને Super Mario ગેમની આવી યાદ

એક ઈમારતની છત પર દોડતી વખતે છોકરો રેલિંગ પર ફ્લિપ કરે છે. બિલ્ડિંગ સાથે જોડાયેલા લોખંડના પોલ પર લેન્ડ કરે છે. આ પછી સુપર મારિયોની જેમ સ્લાઈડિંગ કરી નીચે રોડ પર પહોંચે છે.

યુવકે કર્યો ગજબનો સ્ટંટ, Viral વીડિયો જોઈ લોકોને Super Mario ગેમની આવી યાદ
Boy did amazing stunt (Viral Video Image)
| Edited By: | Updated on: Feb 03, 2022 | 10:29 AM

જો તમે સોશિયલ મીડિયા (Social Media)ના વિવિધ પ્લેટફોર્મ પર સક્રિય છો તો તમને દરરોજ એક કરતા વધુ સ્ટંટ વીડિયો (Stunt Viral Video) જોવા મળશે. આમાંના કેટલાકને જોતી વખતે તમે મોંમા આંગળીઓ દબાવવા માટે મજબૂર થઈ જાઓ તેવા હોય છે તો કેટલાક સ્ટંટ વીડિયો એવા હોય છે કે જે તમને વારંવાર જોવાનું ગમે છે. હાલ એક છોકરાનો સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

જેમાં છોકરો ધાબા પર દોડતો આવે છે અને બિલ્ડીંગ સાથે જોડાયેલ પાઈપ પર આશ્ચર્યજનક રીતે કૂદી પડે છે અને તેના પર સરકતા કેટલાક ફૂટ નીચે રોડ પર પહોંચી જાય છે. આ વીડિયો જોયા પછી લોકોને બાળપણની ગેમ ‘સુપર મારિયો’ યાદ આવી ગઈ. આ રમતના કેરેક્ટર લેવલના અંતે તે લાંબો કૂદકો લગાવીને એજ રીતે પોલ પરથી નીચે ઉતરે છે.

જો તમે પણ 90ના દાયકામાં નિન્ટેન્ડોની ‘સુપર મારિયો’ ગેમ રમી હોય તો તમને યાદ હશે કે રમતના દરેક સ્તરના અંતે મિશન પૂર્ણ કર્યા પછી સુપર મારિયો (ગેમનું પાત્ર) લાંબો કૂદકો મારે છે. આ દિવસોમાં સ્ટંટ કરતા છોકરાનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ઈમારતની છત પર દોડતી વખતે છોકરો રેલિંગ પર ફ્લિપ કરે છે. બિલ્ડિંગ સાથે જોડાયેલા લોખંડના પોલ પર લેન્ડ કરે છે. આ પછી, સુપર મારિયોની જેમ સ્લાઇડિંગ કરી નીચે રોડ પર પહોંચે છે.

જો કે, છોકરાનો આ સ્ટંટ ખુબ જોખમી છે. કારણ કે જો છોકરો પોલ પર લેન્ડ ન કર્યો હોત તો તે સીધો માથાના ભાગે નીચે રોડ પર પડ્યો હોત. મતલબ, થોડી ભૂલ અને છોકરાનો જીવ પણ જઈ શકે છે. તમે અનુમાન લગાવી શકો છો કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે યુવાનો પોતાનો જીવ જોખમમાં નાખવાથી પણ નથી ડરતા. તેઓ આવા ખતરનાક સ્ટંટ કરીને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અમારી સલાહ છે કે આવા જોખમી સ્ટંટ ન કરવા જોઈએ.

છોકરાનો આ આશ્ચર્યજનક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર parkour_tribe નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના અપલોડ બાદથી અત્યાર સુધીમાં લગભગ 17 હજાર લોકો તેને લાઈક કરી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વીડિયો જોયા પ છી, ઘણા લોકોએ તેના પર પોતાનો પ્રતિસાદ આપ્યો છે.

આ પણ વાંચો: Viral: ના ખુશી ના ગમ, બાળકના આવા હાવભાવ જોઈ સૌ કોઈ આશ્ચર્યમાં, યુઝર્સે કરી ફની કમેન્ટ્સ

આ પણ વાંચો: Ginger farming: ઓછા રોકાણે મળે છે વધુ નફો, આદુની ખેતીથી કરી શકાય છે લાખોની કમાણી