ભડકી ગયા બોસ જ્યારે કર્મચારીએ WhatsApp પર લખ્યો આ મેસેજ! જાણો શું છે મુદ્દો

|

Jul 04, 2022 | 1:32 PM

કેટલાક બોસ તો નાની નાની બાબતોને મોટી બનાવીને કર્મચારીઓ(Employee)ને હેરાન કરવાનો રસ્તો શોધી કાઢે છે. તેઓ એવી વસ્તુઓ વિશે વાત કરે છે જે સંપૂર્ણપણે અતાર્કિક છે. આ અમે નહીં પરંતુ આ ઘટના કહે છે.

ભડકી ગયા બોસ જ્યારે કર્મચારીએ WhatsApp પર લખ્યો આ મેસેજ! જાણો શું છે મુદ્દો
Viral WhatsApp Chat
Image Credit source: reddit

Follow us on

ઓફિસમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓએ એવા બોસ (Boss) ને જોયા જ હશે કે જેઓ તેમના જીવનના કોઈક સમયે ઓવર રિએક્ટ કરે છે. કેટલાક બોસ તો નાની નાની બાબતોને મોટી બનાવીને કર્મચારીઓને હેરાન કરવાનો રસ્તો શોધી કાઢે છે. તેઓ એવી વસ્તુઓ વિશે વાત કરે છે જે સંપૂર્ણપણે અતાર્કિક છે અને કેટલીકવાર આદરની અપેક્ષા રાખે છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ એક સાચી ઘટના સામે આવી છે, જેમાં એક બોસે વોટ્સએપ (WhatsApp) પર એક મેસેજ પર વિચિત્ર પ્રતિક્રિયા આપી છે.

નાની વાત પર બોસ ગુસ્સે થઈ ગયા

એવું જ એક કર્મચારી સાથે થયું જેણે તેના સીનિયર્સ સાથે વોટ્સએપ પર થયેલી વાતચીત શેર કરી. અજીબોગરીબ ચેટ અંગે કર્મર્ચારીએ જણાવ્યું કે બોસ જ્યારે શ્રેયસ નામના છોકરા સાથે વાત કરી રહ્યો હતો ત્યારે ગુસ્સે થઈ ગયો હતો. છોકરાએ Hey લખીને તેના બોસને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે શ્રેયસે પોતાના સિનિયરને ‘Hey’ કહીને શુભેચ્છા પાઠવી ત્યારે તે નારાજ થઈ ગયો અને કહ્યું કે આવી શુભેચ્છા ‘નોન-પ્રોફેશનલ’ છે. ચેટ વાંચીને, એવું લાગતું હતું કે ક્યાં તો ભાષા અવરોધ હોઈ શકે છે અથવા અહંકારનો મુદ્દો છે.

How do you react to this? and how the hell is Hey isn’t professional? from
antiwork

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Hey માંથી કર્યો રાયનો પહાડ

મીડિયા રિપોર્ટમાં આવેલા સમાચાર મુજબ, કર્મચારીએ તેને વોટ્સએપ પર Hey લખીને શુભેચ્છા પાઠવી તો બોસે લખ્યું, ‘હાય શ્રેયસ, મારું નામ સંદીપ છે. કૃપા કરીને ‘Hey’ શબ્દનો ઉપયોગ કરશો નહીં. આ મારા માટે અપમાનજનક છે. જો તમને મારું નામ યાદ નથી, તો ફક્ત ‘Hi’ નો ઉપયોગ કરો. તેને વધુમાં કહ્યું કે સીનિયરએ કોઈ વધુ ચોખવટ કરી નહીં કે ‘Hi’ શા માટે વધુ સારું હતું. બંને શબ્દો સેમી-પ્રોફેશનલ છે અને અંગ્રેજી ભાષામાં લગભગ સમાન શબ્દો છે.

બોસ સાથે વોટ્સએપ ચેટ પર આવી ચર્ચા થઈ

તેઓએ એ પણ કહ્યું કે તે ‘Dude’ અને ‘Man’ શબ્દોને અનપ્રોફેશનલ માને છે. શ્રેયસે આગળ તેના બોસ સાથે વોટ્સએપ પર વાત કરી. બોસે પાછું લખ્યું, ‘ઠીક છે, જો કે અમે WhatsApp પર ચેટ કરી રહ્યા છીએ અને LinkedIn અથવા મેલ ચેઇન પર નહીં. હું ફક્ત કેઝ્યુઅલ છું કારણ કે તમે મને મારા અંગત નંબર પર ટેક્સ્ટ કરી રહ્યાં છો. અને પ્રોફેશનલ હોવાને કારણે મને કોઈ નુકસાન થશે નહીં.

બોસે આગળ લખ્યું, ‘WhatsApp હવે પર્સનલ સ્પેસ નથી રહી, તેનો ઉપયોગ બિઝનેસ માટે થાય છે. હું મારી વિચારધારા તમારા પર લાદી રહ્યો નથી. જો તમે સમજો છો, તો સારું, નહીં તો તમે વહેલા અથવા પછીથી સમજી શકશો.

Next Article