Video: અનોખી BMW કારમાં લોંગ ડ્રાઈવ પર નીકળી બકરી, જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થયા

સોશિયલ મીડિયા પર એક ઘોડીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બકરી જે રીતે BMW કારમાં લટાર મારવા નીકળી છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Video: અનોખી BMW કારમાં લોંગ ડ્રાઈવ પર નીકળી બકરી, જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થયા
Goat funny video goes viral
| Edited By: | Updated on: Jan 10, 2022 | 12:37 PM

Funny Video: ઈન્ટરનેટ પર અવારનવાર પ્રાણી સંબધિત વીડિયો વાયરલ (Viral) થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયોમાં પ્રાણીની(Animals)  હરકત જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ જાય છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ (Users) પણ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બકરી (Goat) જે રીતે BMW કારમાં લટાર મારી રહી છે તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

BMW કારનું નવુ સ્વરૂપ….!

BMW, Mercedes અને Audi એવી કંપનીઓ છે જેમની કાર ઘણી મોંઘી છે. આ કંપનીઓની લક્ઝુરિયસ કાર (Luxurious Car) ખરીદવી એ દરેક વ્યક્તિના બસની વાત નથી. લક્ઝરી કારના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા રહે છે. આજકાલ આવો જ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વીડિયોમાં તમને BMW કારનુ નવુ સ્વરૂપ જોવા મળશે. જે જોઈને તમને પણ હસવુ આવશે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બકરીના માથા પર BMWનો મોટો લોગો છે અને કારના બાકીના ભાગો તેના શરીર પર સંપૂર્ણ રીતે ફીટ કરવામાં આવ્યા છે. જ્યારે તે રસ્તા પર ચાલી રહી છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ BMW કાર રસ્તા પર દોડી રહી છે. આ અનોખી BMW કાર જોઈને તમને પણ હસવુ આવશે.

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર yourenaturegram નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે, આ અનોખી કાર જોઈને મારા હોંશ ઉડી ગયા.

આ પણ વાંચો : Viral: કાકા પોલીસની ગાડી રોકી સાઈરન પર કરવા લાગ્યા ડાન્સ, લોકો બોલ્યા ડર કે આગે જીત હૈ