
Viral Video : એક સમય હતો જ્યારે બધે માત્ર હરિયાળી જ દેખાતી હતી, વૃક્ષો અને છોડથી ભરેલી દુનિયા અને એ વૃક્ષો (Tree) પર પક્ષીઓનો (Birds) કલરવ. ખાસ કરીને સવારના સમયે આવા દ્રશ્યો જોઈને દિલ ખુશ થઈ જાય છે અને જ્યારે પક્ષીઓનો કિલકિલાટ સંભળાય છે ત્યારે કોઈ અલગ જ દુનિયામાં હોવાનો અનુભવ થાય છે.
જો કે આ દ્રશ્યો હજુ પણ ગામડાઓમાં અવારનવાર જોવા મળે છે, પરંતુ શહેરોમાં તેનું સ્થાન વાહનો અને હોર્નના અવાજે લઈ લીધું છે. શહેરોમાં વૃક્ષો અને છોડની પણ અછત છે, તેથી સ્વાભાવિક છે કે જો વૃક્ષો અને છોડ જ નહીં હોય તો પક્ષીઓ ક્યાં રહેશે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલો વીડિયો એક શહેરનો છે, જ્યાં એક ઝાડ પર ઘણા બધા પક્ષીઓ બેઠા છે, પરંતુ આ વીડિયો ક્યા શહેરનો છે તે જાણી શકાયુ નથી. જ્યારે આ પક્ષીઓ ઝાડ પરથી ઉડવાનું શરૂ કરે છે, ત્યારે અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે, જેની તમે ભાગ્યે જ અપેક્ષા કરી હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝાડ એકદમ શાંત દેખાઈ રહ્યું છે, પરંતુ થોડી જ સેકન્ડમાં જ્યારે પક્ષીઓનું ટોળું તેના કિલકિલાટ સાથે તેમાંથી ઉડવા લાગે છે, ત્યારે એક અદ્ભુત નજારો જોવા મળે છે. આ નજારો ખુબ જ સુંદર લાગી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ( Dipanshu Kabra )પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘બાળપણમાં, જ્યારે બધા પક્ષીઓ સાંજે ઝાડ પર પાછા ફરતા હતા, ત્યારે અમે તેમનો મીઠો કલરવ સાંભળતા હતા. શહેરોમાં આવા મનોહર દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે…! આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.
આ પણ વાંચો : ખતરનાક કિંગ કોબ્રાને આ શખ્સે દોરડાની જેમ ઉપાડી લીધો, લોકો પણ Viral વીડિયો જોઈ દંગ