Viral Video: બે પક્ષીઓએ શીખવ્યું જીવનમાં ગમે તેટલું મોટું તોફાન આવે એકબીજાનો સાથ કેવી રીતે નિભાવવો, જુઓ વીડિયો

|

Jul 06, 2022 | 9:29 AM

ઘણી વખત એવા વીડિયો (Viral Video)પણ જોવા મળે છે જે આપણને જીવનમાં કંઈક શીખવે છે. આજકાલ એક એવો જ વીડિયો ચર્ચામાં છે જે આપણને કહે છે કે જીવનમાં ગમે તેટલું મોટું તોફાન આવે, જેઓ પોતાના હોય છે તે હંમેશા આપણી સાથે રહે છે.

Viral Video: બે પક્ષીઓએ શીખવ્યું જીવનમાં ગમે તેટલું મોટું તોફાન આવે એકબીજાનો સાથ કેવી રીતે નિભાવવો, જુઓ વીડિયો
Birds Viral Video
Image Credit source: Twitter

Follow us on

આજકાલ લોકો પર સોશિયલ મીડિયા (Social Media)નો ક્રેઝ ચાલી રહ્યો છે. અહીં દરરોજ એકથી વધુ વીડિયો જોવા મળે છે. જેને જોયા પછી ઘણી વખત હસવું આવે છે, જેમાં અમુક એવા ક્યૂટ વીડિયો પણ સામે આવે છે. જેને જોયા પછી આપણો દિવસ બની જાય છે, પરંતુ અહી ઘણી વખત એવા વીડિયો (Viral Video)પણ જોવા મળે છે જે આપણને જીવનમાં કંઈક શીખવે છે. આજકાલ એક એવો જ વીડિયો ચર્ચામાં છે જે આપણને કહે છે કે જીવનમાં ગમે તેટલું મોટું તોફાન આવે, જેઓ પોતાના હોય છે તે હંમેશા આપણી સાથે રહે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખરાબ હવામાનમાં બે પક્ષીઓ એકબીજા સાથે વાયર પર બેઠેલા જોવા મળે છે. ત્યાં પાછળથી જોરદાર વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. જે પક્ષીઓને તાર પરથી પડી જવા માટે પૂરતો છે, પરંતુ આ કપરી પરિસ્થિતિમાં બંને એકબીજાનો સાથ આપી રહ્યા છે. તે બંને પોતાની પાંખો વડે એકબીજાને સંતુલિત કરી રહ્યાં છે, જેથી તે તાર પરથી પડે નહીં, આ દરમિયાન વીજળીનો કડાકો થાય છે, પરંતુ તેઓ ગભરાતા નથી, એકબીજાને પકડીને વાયર પર મક્કમતાથી બેસી જાય છે. તેમનો આ સાથ લોકોના દિલ જીતી રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ક્લિપ ટ્વિટર પર @ipskabra સાથે શેર કરવામાં આવી છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે, ‘જીવનમાં ગમે તેટલા આંધી અને તોફાન આવે, જે લોકો ખરેખર પોતાના હોય છે, તેઓ વધુ મજબૂત રીતે સાથે ઉભા રહે છે.’ સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને 14 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અને લોકોએ પોતાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે આના પર કમેન્ટ કરીને લખ્યું, ‘પોતાના તો હંમેશા પોતાન જ હોય છે, જે દરેક પરિસ્થિતિમાં સાથ ન આપે તો તેઓ પોતાના કેવા ? બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું, ‘કદાચ એટલા માટે જ ફેમિલી ફર્સ્ટ કહેવામાં આવે છે! આ સિવાય બીજા ઘણા લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Next Article