બાઈક સવાર બાઈક સાથે પડ્યો ઉંડા ખાડામાં, લોકોએ કહ્યું – પીછે તો દેખો, જુઓ આ Viral Video

થોડી બેદરકારીના કારણે બાઇક સવાર મોટા ખાડામાં પડી જાય છે. વીડિયોમાં બાઈક સવાર સાથે જે કંઈ થયું તે ખરેખર ચોંકાવનારું છે. જો કે, આ વીડિયો (Viral Video)જોયા પછી બધા બાઇક સવારને કહી રહ્યા છે કે એકવાર પાછળ તો જોવું હતું.

બાઈક સવાર બાઈક સાથે પડ્યો ઉંડા ખાડામાં, લોકોએ કહ્યું - પીછે તો દેખો, જુઓ આ Viral Video
Bike Funny Video
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Aug 10, 2022 | 11:17 AM

રસ્તા પર ચાલતી વખતે હંમેશા આગળ-પાછળ, જમણે અને ડાબે જોતા રહેવું જોઈએ. કારણ કે, અકસ્માતો બિનઆમંત્રિત મહેમાનો જેવા હોય છે. આ ક્યારે, ક્યાં અને કેવી રીતે થશે તેની કોઈને ખબર નથી. હવે જરા જુઓ આ વીડિયો જે સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થઈ રહ્યો છે. થોડી બેદરકારીના કારણે બાઇક સવાર કેવી રીતે  મોટા ખાડામાં પડી જાય છે. વીડિયોમાં બાઈક સવાર સાથે જે કંઈ થયું તે ખરેખર ચોંકાવનારું છે. જો કે, આ વીડિયો (Viral Video)જોયા પછી બધા બાઇક સવારને કહી રહ્યા છે કે એકવાર પાછળ તો જોવું હતું..

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાઇક સવાર દુકાનની બહાર ઊભો છે. તેની બરાબર પાછળ એક ખાડો છે, જે ઘણો ઊંડો લાગે છે. પરંતુ વીડિયોમાં તમે જોશો કે બાઇક સવારને ખાડા વિશે ખબર નથી અને બાઇક રિવર્સ કરતી વખતે તે તેમાં પડી જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાછળનું વ્હીલ ખાડામાં જતાની સાથે જ બાઈક સવાર બેકાબૂ થઈ જાય છે અને તેમાં સંપૂર્ણપણે ફસાઈ જાય છે. આ સમગ્ર ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Menliveless નામના હેન્ડલ સાથે શેર કરવામાં આવ્યો છે. માત્ર 8 સેકન્ડની આ ક્લિપ જોતા જ વાયરલ થઈ ગઈ છે. વીડિયોને અત્યાર સુધીમાં 13 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે લગભગ 19 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના ફીડબેક આપી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘એટલે જ કહેવાય છે કે ડાબે અને જમણે જોઈને ચાલવું જોઈએ.’ ત્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘બેદરકારીનું પરિણામ જુઓ. નજર હટી દુર્ઘટના ઘટી.’ અન્ય યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ઓર ભૈયા… આ ગયા સ્વાદ.’ એકંદરે, આ વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ બાઇક સવારની મજાક ઉડાવી રહ્યા છે.

Published On - 11:17 am, Wed, 10 August 22