Funny Video : બાઇક સવારે સંતુલન ગુમાવતા બાઈક ઘરમાં ઘૂસી ગઈ ! વીડિયો જોઈને સુનીલ ગ્રોવરે કહ્યુ “પિયા ઘર આયા “

તાજેતરમાં કોમેડિયન સુનીલ ગ્રોવરે (Sunil Grover) બાઇક રાઇડર્સનો એક ફની વીડિયો શેર કર્યો છે. ત્યારે આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Funny Video : બાઇક સવારે સંતુલન ગુમાવતા બાઈક ઘરમાં ઘૂસી ગઈ ! વીડિયો જોઈને સુનીલ ગ્રોવરે કહ્યુ પિયા ઘર આયા
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:26 AM

Funny Video :  કોમેડિયન સુનીલ ગ્રોવર તેમના ઉત્કૃષ્ટ અભિનય અને કોમેડી (Comedy) માટે જાણીતા છે. સુનીલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ચાહકો માટે રમૂજી વીડિયો(Funny Video) અને ફોટા શેર કરતા રહે છે. ત્યારે તાજેતરના દિવસોમાં તેમણે શેર કરેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે બાઇક સવાર બેલેન્સ (Balance) ગુમાવતા અચાનક ઘરમાં ઘુસી જાય છે,કોમેડિયને ફેસબુક (Facebook) પર આ વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સુનીલ ગ્રોવરે આ વીડિયો (Video) શેર કરીને કેપ્શનમાં લખ્યું કે ‘પિયા ઘર આયા.’

જુઓ વીડિયો

યુઝર્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યું કે , ‘મને લાગે છે કે વાહનોનું પાર્કિંગ કદાચ ઘરની અંદર હશે.’ જ્યારે અન્ય યુઝર્સ લખ્યું, ‘હે ભગવાન કોઈ તેમને બચાવે. આ ઉપરાંત અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, કોમેડિયન સુનીલ ગ્રોવર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પરથી આ વીડિયો શેર કર્યો છે, લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video: વરમાળા પહેરાવતી વખતે દુલ્હને કર્યો ઈશારો અને પછી વરારાજાએ આપી આ પ્રતિક્રિયા, જુઓ વિડિયો

આ પણ વાંચો:  મહિલાને એક 5 સ્ટાર હોટેલમાં મળ્યું એવું ફૂડ કે જેની કિંમત જાણીને તમને પણ થશે આશ્ચર્ય !

Follow Us