Viral Video: રામ રાખે તેને કોણ ચાખે, જુઓ આ વીડિયો જેમાં લોકોએ મોતને આપી હાથતાળી !

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં શેર કરાયેલા આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે, જ્યારે એક લાખથી વધુ નેટીઝન્સ તેને લાઈક કરી ચૂક્યા છે.

Viral Video: રામ રાખે તેને કોણ ચાખે, જુઓ આ વીડિયો જેમાં લોકોએ મોતને આપી હાથતાળી !
Accident Viral Videos
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jul 20, 2022 | 1:19 PM

કહેવાય છે કે ‘જાકો રાખે સાઈયાં માર સકે ના કોઈ.’આ કહેવત ત્યારે સાચી સાબિત થઈ જ્યારે બાઇક સવાર યુવક પૂરપાટ ઝડપે આવતા ટ્રકના પૈડા નીચે આવતા આવતા બચ્યો અને તેને એક ખરોચ પણ ન આવી. બીજા એક વીડિયોમાં રેલવે ટ્રેક પર લોકો ઉભા હતા અને અચાનક ટ્રેન આવતા લોકો ભાગવા લાગ્યા હતા. તેમજ એક શખ્સના માથે કાટમાળ પડે છે અને તેને કંઈ થતું નથી ત્યારે આ જોઈને તમે પણ કહેશે રામ રાખે તેને કોણ ચાખે. અકસ્માતનો આ વીડિયો (Accident Video)જોઈને તમે કહેશો કે ‘લાગે છે કે યમરાજ રજા પર હશે.’ બાઈક સવારનો આખો વીડિયો નજીકમાં પાર્ક કરેલી કારના ડેશકેમમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં શેર કરાયેલા આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે, જ્યારે એક લાખથી વધુ નેટીઝન્સ તેને લાઈક કરી ચૂક્યા છે.

વરસાદની ઋતુમાં રસ્તા પર હંમેશા સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ. આજકાલ રસ્તાઓ ભીના હોવાથી તેજ ગતિથી આવતા વાહનોના પૈડા લપસી જવાનું સામાન્ય બાબત છે. હવે જરા જુઓ આ વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે. વરસાદ દરમિયાન બાઇક પર સવાર એક યુવક હાઇવે પર ક્યાંક જઇ રહ્યો હતો ત્યારે વ્હીલ સ્લીપ થતાં તે અસંતુલિત થઇ ગયો અને પડી ગયો. તમે જોઈ શકો છો કે હાઈવે પર વાહનો કેટલી ઝડપથી આગળ વધી રહ્યા છે. દરમિયાન ત્યાંથી એક ટ્રક પસાર થાય છે. સદ્દનસીબે યુવક તરત જ બાઇક મુકીને ત્યાંથી નીકળી ગયો હતો. પરંતુ તે ટ્રકના પૈડા નીચે આવતા માંડ માંડ બચે છે.

 

થોડી સેકન્ડનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર meemlogy નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા છે અને યુવકને નસીબદાર ગણાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘ભાઈનું નસીબ સારું હતું કે તે બચી ગયો.’ ત્યારે અન્ય એક યુઝરે આશ્ચર્યજનક કોમેન્ટ કરતા લખ્યું, ‘શું યમરાજ પણ રજા પર છે?’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી. લખ્યું છે કે, ‘આને કહેવાય મૃત્યુને સ્પર્શીને ટક કરી પાછા આવવું.’ એકંદરે, જેણે પણ આ વીડિયો જોયો તે ચોંકી ગયા.

જુઓ આ વીડિયો જેમાં લોકો મોતને હાથતાળી આપે છે

Published On - 11:11 am, Wed, 20 July 22