સાપની સુંદરતાએ મોહી લીધુ લોકોનું મન, વાયરલ વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ

સામાન્ય રીતે સાપ કાળા, લાલ, પીળા કે ભૂરા રંગના હોય છે. હાલમાં એક સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આવો સાપ તમે ભાગ્યે જોયો હશે.

સાપની સુંદરતાએ મોહી લીધુ લોકોનું મન, વાયરલ વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ
Snake Viral Video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 23, 2022 | 11:42 PM

Trending Videos : સાપની ગણતરી દુનિયાના સૌથી ખતરનાક જીવોમાં કરવામાં આવે છે. સાપનું ઝેર માણસોનો જીવ લઈ લે છે, તેથી જ તેનાથી લોકો દૂર ભાગતા હોય છે. આખી દુનિયામાં સાપની 2 હજાર કરતા વધારે પ્રજાતિ જોવા મળે છે. જોકે બધા દુનિયામાં જોવા મળતા સાપ ઝેરી નથી હોતા, કેટલાક જ સાપ ઝેરીલા હોય છે. સામાન્ય રીતે સાપ કાળા, લાલ, પીળા કે ભૂરા રંગના હોય છે. હાલમાં એક સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આવો સાપ તમે ભાગ્યે જોયો હશે.

તમે અલગ અલગ રંગના સાપ જોયા હશે પણ સફેદ રંગનો સાપ તને ભાગ્યે જ જોયો હશે. આ વાયરલ વીડિયોમાં તમે સફેદ રંગનો સાપ જોઈ શકો છો. વીડિયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગનો સાપ તેનો ફન બતાવી રહ્યો છે. તે કેમેરા તરફ જ જોઈ રહ્યો છે. સામાન્ય રીતે સાપ ખતરનાક અને ઝેરી હોય છે પણ આ સફેદ સાપ શાંત અને સુંદર લાગી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ સુંદર સાપનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર beautiful_new_pix નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ તો દુર્લભ પ્રજાતિનો સાપ છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, પહેલીવાર સુંદર સાપ જોયો. આ સાપ મધ્યપ્રદેશના ખરગોનમાંથી મળી આવ્યો છે. આ સાપ કરૈત પ્રજાતિનો સાપ છે. આ સાપનું વન વિભાગના કર્મચારીઓ દ્વારા રેસ્કયૂ કરી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.