Video : બેટ્સમેનના શોટને કારણે TV માંથી બહાર આવી ગયો બોલ ! આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને આપી આ પ્રતિક્રિયા

તાજેતરમાં બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર શેર કર્યો છે,જેમાં બેટ્સમેનના શોટને લીધે TV માંથી બોલ બહાર આવી જાય છે. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે.

Video : બેટ્સમેનના શોટને કારણે TV માંથી બહાર આવી ગયો બોલ  ! આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરીને આપી આ પ્રતિક્રિયા
Anand Mahindra share this video
| Edited By: | Updated on: Sep 14, 2021 | 9:19 AM

Funny Video: આનંદ મહિન્દ્રા અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલાક રસપ્રદ વીડિયો શેર કરે છે, ત્યારે તાજેતરમાં તેણે એક રમુજી વીડિયો શેર કર્યો છે. આ રમુજી વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો વાયરલ (Viral video) થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયોમાં બાળકોની હરકત જોઈને આશ્વર્ય થાય છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને ખુબ હસવુ આવે છે, ત્યારે આવો જ એક વીડિયો હાલ ઈન્ટરનેટની દુનિયામાં છવાયો છે. જે જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહિ.

આ લાઇવ ટેલિકાસ્ટ નથી, પરંતુ વાસ્તવિક મેચ છે !

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો ટેલિવિઝન સ્ક્રીન પર મેચ જોઈ રહ્યા છે, પરંતુ બીજી જ ક્ષણે બેટ્સમેનની શોટને કારણે TV સ્ક્રીનની(TV Screen) બહાર બોલ આવી જાય છે. બાદમાં એક બાળક સ્ક્રીન પાસે આવે છે અને બોલ પાછો માંગે છે. જે જોયા બાદ ખબર પડે છે કે આ લાઇવ ટેલિકાસ્ટ નથી, પરંતુ વાસ્તવિક મેચ છે.આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

હું ફરીથી વાસ્તવિક બાબતોનો અનુભવ કરવા માંગુ છું : આનંદ મહિન્દ્રા

આ રમુજી વિડીયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra)કેપ્શનમાં લખ્યું, ‘આ એક જૂનો વીડિયો છે, પરંતુ તેને જોયા બાદ મને યાદ છે કે આ મહામારીએ કેવી રીતે બધું બદલી નાખ્યું છે. હું ફરીથી વાસ્તવિક બાબતોનો અનુભવ કરવા માંગુ છું. ‘લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments)આપતા જોવા મળી રહ્યા છે.

જુઓ લોકોની પ્રતિક્રિયા

આ પણ વાંચો: Video : ઇન્ટરનેટ પર છવાયો આ મજૂરનો વીડિયો, લોકોએ કહ્યું “આ તો Matrix ફિલ્મ જેવું થઈ ગયું”

આ પણ વાંચો:  OMG : માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં 15 હજાર ફૂટ ઉંચાઈ પર પહોંચીને આ 8 દિવ્યાંગોએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ Photos