
બેંગ્લોરમાં તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં માર્ગ સલામતી અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વીડિયોમાં મંદારગિરી હિલ નજીક ફ્લાયઓવર પર અસંખ્ય ખીલા પથરાયેલા જોવા મળે છે.
આ પરિસ્થિતિ ખાસ કરીને મોટરસાયકલ સવારો અને કાર ચાલકો માટે ખતરનાક બની શકે છે. એવું લાગે છે કે આ ખીલા રસ્તા પર જાણી જોઈને તેમના ટાયરમાં પંચર કરવા માટે મૂકવામાં આવ્યા હતા. વીડિયોમાં એક જૂથ ફરવાથી પરત ફરતું દેખાય છે. તેમની કાર અચાનક IKEA શોરૂમ પાસે ખીલાથી પંચર થઈ જાય છે. સદનસીબે તેમની પાસે એક સ્પેયર વ્હિલ હતી, જેને તેમણે ઝડપથી બદલી નાખી.
કાર રસ્તા પર આગળ વધતી રહી તેમ તેમણે વિવિધ વિસ્તારોમાં વધુ ખીલા વિખરાયેલા જોયા. બીજા ફ્લાયઓવર પર રોકાઈને, તેઓએ વીડિયો કેદ કર્યો. જેમાં સ્પષ્ટપણે રસ્તા પર ચમચીના કદના ખીલાના ઝૂમખા દેખાઈ રહ્યા છે. તેઓએ ચેતવણી મેસેજ પોસ્ટ કર્યો, જેમાં અન્ય લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી. તેમનો દાવો છે કે અજાણ્યા ડ્રાઇવરોને છેતરવા માટે રસ્તા પર ડઝનબંધ ખીલા ઇરાદાપૂર્વક મૂકવામાં આવ્યા હતા.
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે બેંગ્લોર શહેર પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની હાકલ કરી. જોકે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ વીડિયો પર ઓનલાઈન પ્રતિક્રિયાઓ ઝડપથી આવી છે, જેમાં ઘણા લોકોએ આવી જ ઘટનાઓ શેર કરી છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી, “આ ખૂબ જ ચાલાક કૌભાંડ છે! લોકોને આ વાતની જાણ હોવી જોઈએ. મને આશા છે કે અધિકારીઓ ઝડપથી પગલાં લેશે.”
એક વ્યક્તિએ લખ્યું, “છેલ્લા ચાર વર્ષથી બેંગ્લોરમાં આવું થઈ રહ્યું છે. મારી બાઇક વારંવાર HSR ફ્લાયઓવર અને ઇકો સ્પેસ વચ્ચે પંચર થઈ જાય છે.” બીજા વ્યક્તિએ કહ્યું, “આ ફક્ત બેંગ્લોરના અમુક ભાગોમાં જ નથી, આખા શહેરમાં થઈ રહ્યું છે. મુખ્ય રસ્તા પર માત્ર 23 કિલોમીટર સુધી વાહન ચલાવતી વખતે મેં એક પણ બાંધકામ સ્થળ જોયું નહીં, છતાં મારા ટાયરમાં ત્રણ ખીલા ઘુસી ગયા. ફક્ત દસ દિવસમાં આ બીજી વખત છે! શું થઈ રહ્યું છે?”
SCAM ALERT for Bengaluru Citizens
⚠️ Public Awareness Message ⚠️A recent shocking incident has come to light near Mandaragiri Hill, and it serves as an urgent warning for all motorists and two-wheeler riders in Bengaluru.A group of people who had gone for an outing… pic.twitter.com/zG09cmnTPp
— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2025
આ પણ વાંચો: સર હોય તો આવા ! વીડિયો જોઈને તમે પણ કહેશો કે ‘મને કેમ આવા શિક્ષક ના મળ્યા?’, આ ક્લિપ એ લોકોને દિવાના કર્યા