સાસુ રસોડામાં કરતી રહી કામ, વહુએ બહાર જેકલીનના ગીત પર કર્યો ડાન્સ, યુઝર્સે કહ્યું- ભગવાન દરેકને આવી સાસુ આપે

ઘણી વહુઓના સાસુ-સસરા સાથેના સંબંધો ખૂબ જ શાનદાર રહે છે. આજકાલ તેનું તાજેતરનું ઉદાહરણ જોવા મળ્યું. જે જોઈને મોટાભાગની છોકરીઓ કહે છે કે અમને પણ આવી જ સાસુ જોઈએ છે.

સાસુ રસોડામાં કરતી રહી કામ, વહુએ બહાર જેકલીનના ગીત પર કર્યો ડાન્સ, યુઝર્સે કહ્યું- ભગવાન દરેકને આવી સાસુ આપે
Dance Viral video
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Nov 12, 2022 | 5:57 PM

સાસુ-વહુનો સંબંધ કેવો હોય છે તે બધા જાણે છે. આ સંબંધમાં એડજસ્ટ થવું ખૂબ મુશ્કેલ છે. વહુ માટે સૌથી મુશ્કેલ કામ છે તેના સાસરીયામાં સાસુ સાથે તાલમેલ કરવાનું છે. જોકે આ સંબંધ શરૂઆતમાં પડકારજનક હોઈ શકે છે. ઘણી સાસુઓ કહે છે કે વહુ દિકરીની જેમ કેમ રહેતી નથી જ્યારે પુત્રવધૂઓનું કહેવું છે કે સાસુ અમારી સાથે માતાની જેમ કેમ ટ્રિટ નથી કરતી અને આ મૂંઝવણને કારણે ઘરમાં હંમેશા ઝઘડા થતા રહે છે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક ઘરમાં આ જ સ્થિતિ હોય. ઘણી વહુઓના સાસુ-સસરા સાથેના સંબંધો ખૂબ જ શાનદાર રહે છે. આજકાલ તેનું તાજેતરનું ઉદાહરણ જોવા મળ્યું. જે જોઈને મોટાભાગની છોકરીઓ કહે છે કે અમને પણ આવી જ સાસુ જોઈએ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાસુ રસોડામાં આરામથી રસોઈ બનાવી રહી છે અને વહુ જેકલીનના ગીત ‘લત લગ ગઈ..’ પર સાડી પહેરીને રસોડાની બહાર ખુશીથી ડાન્સ કરતી જોવા મળે છે. આ દરમિયાન સાસુ પણ વહુ પર નજર રાખે છે, પરંતુ જ્યારે તે વહુની અદભુત હરકતો જુએ છે ત્યારે તેના ચહેરા પર સ્મિત આવી જાય છે. આ ક્લિપમાં તમે જોશો કે વહુ ડાન્સ કરતી વખતે સાસુની નજીક જાય છે અને ડાન્સ કરવા લાગે છે.

સાસુ-વહુની આવી બોન્ડિંગ યુઝર્સને પસંદ આવી રહી છે અને લોકો તેમના ફેન બની ગયા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @dancewithvinii નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 71 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને તેમની પ્રતિક્રિયા કોમેન્ટ સેક્શનમાં આપવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘જો દરેક ઘરમાં આવી સાસુ-વહુની જોડી હોય તો ઘર તૂટે નહીં.’ અન્ય યુઝરે લખ્યું, ‘ભગવાન દરેકને આવી સાસુ આપે..’