Video: અકસ્માત બાદ પહેલીવાર સહદેવ દિર્દો આવ્યો સામે, જાણો શું કહ્યુ ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવે ?

|

Jan 13, 2022 | 1:26 PM

અકસ્માત બાદ સહદેવ દિર્દોનો સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોતાની રિકવરી વિશે જાણકારી આપી છે.

Video: અકસ્માત બાદ પહેલીવાર સહદેવ દિર્દો આવ્યો સામે, જાણો શું કહ્યુ બચપન કા પ્યાર ફેમ સહદેવે ?
Sahdev Dirdo (File Photo)

Follow us on

Viral Video : ‘બચપન કા પ્યાર’ સોંગથી રાતોરાત લોકપ્રિય બનેલા છત્તીસગઢના સહદેવ દિર્દોનો (Sahdev Dirdo) 28 ડિસેમ્બરે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, માથામાં ઈજાના કારણે તે ઘટના સ્થળે જ બેહોશ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતા જ ફેન્સ (Fans) તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

સહદેવે ચાહકોનો માન્યો આભાર

તમને જણાવી દઈએ કે, હવે સહદેવ દિર્દો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે પોતાની રિકવરી વિશે જાણકારી આપી છે. આ સાથે તેણે ડોક્ટર્સ અને નેટીઝન્સનો પણ આભાર માન્યો છે.સહદેવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડોકટરો અને નેટીઝન્સનો હાથ જોડીને આભાર માનતો જોવા મળે છે. તેણે કહ્યુ કે તેની તબિયત હવે ઠીક છે. વીડિયો શેર કરતાં સહદેવે કેપ્શનમાં લખ્યું, ‘મારા માટે પ્રાર્થના કરવા અને મને શુભકામનાઓ આપવા બદલ આપ સૌનો આભાર.’

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર છવાયો હતો સહદેવ

સહદેવની આ પોસ્ટ પર રેપર બાદશાહે પણ કોમેન્ટ કરી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેના સાજા થવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જુલાઈમાં 10 વર્ષના સહદેવ દિર્દોનુ સોંગ ‘બચપન કા પ્યાર’નો વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો હતો. આ પછી રેપર બાદશાહે તેનું રિમિક્સ વર્ઝન પણ તૈયાર કર્યું હતુ. આ સોંગ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થયુ હતુ.

 

આ પણ વાંચો : ટેણિયાએ ભારે કરી ! શિક્ષકના સવાલનો આ બાળકે એવો જવાબ આપ્યો કે વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

Next Article