નાની બાળકીએ જ્યારે પ્રથમ વાર સાંભળ્યો અવાજ, રિએક્શન જોઈ લોકો થયા ઈમોશનલ, જુઓ ક્યૂટ વાયરલ વીડિયો

|

Nov 22, 2022 | 5:02 PM

બજારમાં આવા ઘણા ઉપકરણો આવ્યા છે, જેની મદદથી બાળકોને સાંભળવાની ક્ષતિથી મુક્ત કરી શકાય છે. આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ભાવુક થઈ જશો.

નાની બાળકીએ જ્યારે પ્રથમ વાર સાંભળ્યો અવાજ, રિએક્શન જોઈ લોકો થયા ઈમોશનલ, જુઓ ક્યૂટ વાયરલ વીડિયો
Cute Viral Video
Image Credit source: Twitter

Follow us on

દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ મૂકબધિર એટલે કે બહેરા અને મૂંગા હોય છે. તેમાં બાળકોની સંખ્યા પણ ઓછી નથી. એક અંદાજ મુજબ દેશમાં લગભગ 40 લાખ બહેરા અને મૂંગા બાળકો છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં દર વર્ષે 27 હજારથી વધુ બાળકો શ્રવણ વિકારથી પીડિત એટલે કે બહેરા જન્મે છે. આમાંના ઘણા બાળકો એવા પણ છે કે જો તેમને યોગ્ય સમયે સારવાર મળે તો તેઓ સાજા થઈ શકે છે, પરંતુ લોકોમાં આ અંગે જાગૃતિનો અભાવ છે. બજારમાં આવા ઘણા ઉપકરણો આવ્યા છે, જેની મદદથી બાળકોને સાંભળવાની ક્ષતિથી મુક્ત કરી શકાય છે. આજકાલ આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ભાવુક થઈ જશો.

વાસ્તવમાં, એક નાની બાળકી જન્મથી જ શ્રવણ વિકારથી પીડિત હતી, એટલે કે બહેરી હતી, પરંતુ જ્યારે તેણે કાનના મશીનની મદદથી પહેલીવાર કોઈનો અવાજ સાંભળ્યો ત્યારે તેની પ્રતિક્રિયા આશ્ચર્યજનક હતી. તેનું  હાસ્ય એવું  હતું  કે કોઈ પણની આંખમાં હર્ષના આંસુ આવી જાય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા એક નાની છોકરીને પોતાના ખોળામાં રાખી છે, જ્યારે તેની બાજુમાં અન્ય એક મહિલા બેઠી છે, જે કદાચ ડૉક્ટર છે. તે બાળકના કાનમાં ઇયરફોન જેવું નાનું ઉપકરણ લગાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ દરમિયાન બાળક ખૂબ રડે છે. જો કે, જ્યારે તે ઉપકરણ તેના કાનમાં મૂકવામાં આવે છે, ત્યારે મહિલા તેને બોલીને તેને ચૂપ કરાવા લાગે છે. આ સાંભળીને છોકરીના ચહેરા પર અદ્ભુત સ્મિત આવી જાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Gulzar_sahab નામના ID સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘બાળકીની પ્રતિક્રિયા જુઓ જ્યારે તેણે પહેલીવાર અવાજ સાંભળ્યો’. માત્ર 51 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ વીડિયોને લાઈક કરીને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. બાળકીની સ્માઈલને લોકો ક્યૂટ કહી રહ્યા છે.

Next Article