આપણે સૌ જોઈએ છીએ કે, જાનવરોના રમુજી અને ક્યૂટ વીડિયો (Animals video) સોશિયલ મીડિયા (Social media) પર વારંવાર વાયરલ થતા રહે છે. જેમાં કૂતરા, હાથી, વાંદરા, સિંહ અને રીંછના વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર હાથીનો એક ક્યૂટ ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. એટલું જ નહીં, આ વીડિયો જોયા પછી તમને તમારું બાળપણ પણ ચોક્કસ યાદ આવી જશે.
વાયરલ થઈ રહેલી તસ્વીરમાં જોઈ શકાય છે કે, હાથીનુ બચ્ચુ જન્મ પછી તરત જ ચાલવા માટે તે માટે પગ પણ આગળ લે છે અને તેની માતા સાથે ચાલતો જોવા મળે છે. આ ફોટો એટલો આકર્ષક છે કે અમને ખાતરી છે કે આ ફોટો ચોક્કસપણે તમારા ચહેરા પર પણ સ્મિત લાવશે.
તસવીરમાં તમે જોઈ શકો છો કે લીલાછમ જંગલની વચ્ચે એક નાનો હાથી તેની માતા સાથે ચાલતો જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જન્મ પછી તરત જ આ નાનું બાળક તેની માતા સાથે કદમ થી કદમ મિલાવતું નજરે આવી રહ્યું છે.
જુઓ તસ્વીર
The beautiful combo. Few hours old calf showing the way to mother. PC FD staff. pic.twitter.com/S4FOmu8Gok
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 18, 2021
આ તસ્વીરને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. એક યુઝરે લખ્યું, કેટલો સુંદર છે આ નજારો..! તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘મને નાના હાથીમાં બાલ ગણેશની તસવીર દેખાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ જોયા પછી મને મારું બાળપણ યાદ આવી ગયું.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ તસ્વીર પર કોમેન્ટ કરી છે.
આ તસવીર IFS ઓફિસર પ્રવીણ કાસવાને સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘સુંદર કોમ્બો… થોડા કલાકો પહેલા જન્મેલું બાળક હાથી માતાને રસ્તો બતાવી રહ્યું છે.’ આ લખાય છે ત્યાં સુધી આ તસવીરને 4,000 થી વધુ લાઈક્સ મળી ચુકી છે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ પહેલા પણ IAS ઓફિસર સુપ્રિયા સાહુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર હાથીનો વીડિયો શેર કર્યો હતો. જેમાં એક હાથી માણસોની જેમ જ ઉંચી સીમા ઓળંગી રહ્યો છે. પહેલા હાથી તેના આગળના પગ તેની ઉપર રાખે છે અને બીજી બાજુ કરે છે. પછી પોતાના શરીરને બાઉન્ડ્રી ઉપર ઉઠાવે છે અને પછી ધીમે ધીમે આગળનો પગ જમીન પર મૂકીને સીમા પાર કરે છે.
Speechless 😶 #elephants pic.twitter.com/6S1WJqEkZS
— Supriya Sahu IAS (@supriyasahuias) November 17, 2021
આ પણ વાંચો : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન થોડા દિવસ માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપશે પોતાની સત્તા, જાણો શું છે કારણ
આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી પહેલા કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય ભાજપ માટે ફાયદાકારક સાબિત થશે! પીએમ મોદીની બદલાશે છબી