બાપ રે…! હિન્દી બોલવા પર ઓટો ડ્રાઈવર એવા તે ગુસ્સે થયા કે ન પુછો વાત, જુઓ VIRAL VIDEO

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં ઓટો ચાલક હિન્દી ભાષા બોલતી મહિલા પર એવો તે ગુસ્સે થઈ જાય છે કે તેને રસ્તા વચ્ચે જ ઉતારી દે છે.

બાપ રે...! હિન્દી બોલવા પર ઓટો ડ્રાઈવર એવા તે ગુસ્સે થયા કે ન પુછો વાત, જુઓ VIRAL VIDEO
| Edited By: | Updated on: Mar 14, 2023 | 1:12 PM

Viral VIDEO : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો ચર્ચામાં રહેતો હોય છે,જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે. તો કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ વિચારતા થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં ઓટો ચાલક હિન્દી ભાષા બોલતી મહિલા પર એવો તે ગુસ્સે થઈ જાય છે કે તેને રસ્તા વચ્ચે જ ઉતારી દે છે.

આ વીડિયોમાં ડ્રાઈવર મુસાફરોને કન્નડ બોલવાનું કહેતો સંભળાય છે. આ દરમિયાન મુસાફરોને એમ કહેતા સાંભળી શકાય છે કે તેઓ કન્નડ નહીં બોલે. ટ્વિટર પર ‘વી દ્રવિડિયન્સ’ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

જુઓ વીડિયો

જ્યારે ઓટો ડ્રાઈવરે મુસાફરોને કન્નડમાં બોલવાનું કહ્યું ત્યારે બોલાચાલી શરૂ થઈ હતી. એક યાત્રીએ જવાબ આપ્યો, “ના, અમે કન્નડમાં નહીં બોલીએ, અમે કન્નડમાં કેમ બોલીએ ?” બાદમાં ડ્રાઈવરે મુસાફરોને તેની ઓટો રિક્ષામાંથી નીચે ઉતરવાનું કહ્યું અને એટલુ જ નહીં કહ્યું કે આ તમારી જમીન નથી,આ કર્ણાટક છે અને તમે લોકો કન્નડમાં બોલો.

આ વીડિયોએ ફરી એકવાર ટ્વિટર પર ભાષાને લઈને ચર્ચા શરૂ કરી છે. એક યુઝરે લખ્યું હતુ કે, “કૃપા કરીને ઓટો ડ્રાઈવરને ધમકી આપનાર મહિલાને શોધો અને તેને ભારતીય બંધારણની પ્રસ્તાવના 10 વાર વાંચવાની સલાહ આપો.” અન્ય એક યુઝરે ટ્વીટ કર્યું કે જ્યારે વિદેશીઓ ભારત આવે છે ત્યારે તેઓ પૂછે છે ‘શું તમે અંગ્રેજી બોલો છો? શા માટે? માત્ર એટલા માટે કે તેઓ અન્ય ભાષાઓ સમજી શકતા નથી.

Published On - 12:40 pm, Tue, 14 March 23