Funny Video: લગ્નમાં ઢોંસા તૈયાર થતાં જ મહેમાનોએ કર્યુ એવુ કે ઢોંસા બનાવનારે મૂકી દીધો ગરમ તવો

લગ્નનો એક રમુજી વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બધા મહેમાનો અધીરા દેખાઈ રહ્યા છે. મહેમાન એકબીજાની ઉપર ચઢતા જોવા મળે છે અને ઢોંસા તૈયાર થતાં જ તેઓ તેના જોરદાર એટેક કરે છે.

Funny Video: લગ્નમાં ઢોંસા તૈયાર થતાં જ મહેમાનોએ કર્યુ એવુ કે ઢોંસા બનાવનારે મૂકી દીધો ગરમ તવો
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Aug 21, 2021 | 7:55 PM

Funny Video: ભારતમાં લગ્ન ધામધૂમથી થાય છે. આ દિવસ માત્ર વર અને કન્યા માટે જ નહીં પણ મહેમાનો માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે મહેમાનો લગ્નોનો ખૂબ આનંદ માણે છે, પછી ભલે તે નૃત્ય દ્વારા હોય અથવા પેટની પૂજા કરીને. લગ્નોમાં ખાણીપીણીના સ્ટૉલ પર ભીડ જોઈને સ્પષ્ટ થાય છે કે અહીં આવતા લોકોનો હેતુ પેટ-પૂજા છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

 

વીડિયોમાં (Video) ખાવાને લઈ ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો એકબીજા પર એ રીતે ચઢી રહ્યા છે. જાણે એ બધા કોઈ કાર્યક્રમમાં નહીં પણ ભંડારામાં આવ્યા હોય! બધા મહેમાનો એક ઉપર એક ચઢેલા છે અને જમવાનું તૈયાર થતાં જ તેના પર એટેક કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઢોંસાના સ્ટોલ પર ભારે ભીડ છે.

 

ભીડ ખૂબ જ અધીરી છે અને લોકો પ્લેટ સાથે તેમના વારાની રાહ જોયા વગર ત્યાં હોબાળો મચાવી રહ્યા છે. લોકોનું આ રીતે વર્તન જોઈને ઢોંસા (Dosa) બનાવનાર વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે. ઢોંસા બનાવ્યા પછી તે તવાને છોડી દે છે. પછી લોકો પોતે આગળ આવે છે અને ઢોંસા (Dosa) તોડી તોડીને લે છે.

 

 

 

આ વીડિયોને સોશિયલ મીડિયા (Social Media) પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. યૂઝર્સે આના પર જોરદાર કમેન્ટ્સ પણ કરી હતી. એક યુઝરે કહ્યું કે મને નથી લાગતું કે આ લગ્ન થઈ રહ્યા છે, પરંતુ આ બધા લોકોને જોઈને લાગે છે કે અહીં એક ભંડારો ચાલી રહ્યો છે. અન્ય એક યુઝરે કહ્યું કે લોકોએ પહેલી વાર ઢોંસા જોયા છે કે શું? કોઈ કહે છે કે જ્યારે જોરદાર ભૂખ લાગે ત્યારે આવું થાય છે. તે જ સમયે કેટલાક લોકોને ઢોંસા બનાવનાર માટે ઘણી દયા આવે છે.

 

આ પણ વાંચોViral Video: એને આખરે શિકારી જ શિકાર બની ગયો, જુઓ LIVE VIDEOમાં કોણ કોનો શિકાર કરી ગયુ

 

આ પણ વાંચોRakshabandhan: આ રક્ષાબંધન પર સર્જાયો શુભ સંયોગ ! જાણો, ભાઈને રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત