સિદ્ધુએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું #ArchanaPuransingh, લોકોએ લખ્યુ અર્ચનાની નોકરી ખતરામાં ?

|

Sep 30, 2021 | 2:46 PM

અર્ચના પુરણ સિંહે, આ વિષય પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'વર્ષોથી મારા પર મજાક કરવામાં આવે છે. પરંતુ મેં ન તો તેની પરવા કરી અને ન તો ક્યારેય તેને ગંભીરતાથી લીધી.

સિદ્ધુએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું #ArchanaPuransingh, લોકોએ લખ્યુ અર્ચનાની નોકરી ખતરામાં ?
Archana Puran Singh Trend On Social Media

Follow us on

નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) મંગળવારે પંજાબ કોંગ્રેસ (Punjab Congress) અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. એક બાજુ સિદ્ધુના આ નિર્ણયથી કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે, તો બીજી તરફ ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) પોતાની ખુરશી પર બેઠેલી અર્ચના પૂરણ સિંહ પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ચર્ચાઓ શરૂ છે અને ઘણા રમુજી મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે.

એક તરફ જ્યાં સિદ્ધુ રાજકીય વર્તુળોમાં ટ્રેન્ડ કરી રહ્યા હતા. તે જ સમયે, અર્ચના પૂરન સિંહ મનોરંજન જગતમાં ટ્રેન્ડ થઇ રહી છે. તમે આ વાત પરથી અનુમાન લગાવી શકો છો કે સિદ્ધુએ રાજીનામું આપતાંની સાથે જ, #ArchanaPuransingh ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર સાઇટ પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. અર્ચના વિશે ઘણા મીમ્સ વાયરલ થવા લાગ્યા. હવે અર્ચનાએ આ મીમ્સ પર પ્રતિક્રિયા આપી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

અર્ચનાએ શેર કરેલા મીમ્સમાં, તમે જોઈ શકો છો કે તે ‘બુરખામાં રડતી અને કહેતી જોવા મળે છે કે મારે ઘરે જવું છે.’ “આ સાથે અર્ચનાએ હસતી ઇમોજી શેર કરી. તેને શેર કરતાં અર્ચનાએ લખ્યું, “હું મારા પોતાના મીમ્સ બનાવી રહી છું … કિસ્સા ખુરશી કા ..” આ સાથે અર્ચનાએ હસતા ઇમોજીસ શેર કર્યા.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ બધા પછી, અર્ચના પુરણ સિંહે, આ વિષય પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘વર્ષોથી મારા પર મજાક કરવામાં આવે છે. પરંતુ મેં ન તો તેની પરવા કરી અને ન તો ક્યારેય તેને ગંભીરતાથી લીધી. જો સિદ્ધુ શોમાં પરત ફરીને મને બદલવા માંગે છે, તો મારી પાસે બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે જે મેં છેલ્લા ઘણા મહિનાઓમાં ઠુકરાવી દીધા હતા.

આ પણ વાંચો –

સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઈ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસનો રસપ્રદ ઈતિહાસ

આ પણ વાંચો –

Supreme Court News: ‘બહાના ન બનાવો, કાયદાનું પાલન કરાવવાનું તમારું કામ છે’, ખેડૂતોની કામગીરીને લઈને કેન્દ્રથી નારાજ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો –

International Translation Day 2021: આજે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ, શું તમે આ દિવસનું મહત્વ જાણો છો ?

Next Article