ભારતમા રોજ નવા નવા બાળ મજુરીના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમા બાળકો અલગ -અલગ પ્રકારની મજુરી કરતા જોવા મળે છે. સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયેલ છે. જેમા એક બાળક સ્કૂલ ડ્રેસ પહેરીને દારુ વેચી રહ્યો છે. આ વિડીયો ઉત્તર પ્રદેશના જાલૌન ક્ષેત્રના એક ગામનો છે. ઉત્તર પ્રદેશ સરકારે શિક્ષણનુ સુધારવાના દાવા કર્યા છે અને ઉત્તર પ્રદેશના 100 ટકા બાળકોને શાળાએ પોંહચાડવાનુ અભિયાન ચલાવી રહ્યા છે. ત્યા બીજી બાજુ ઉત્તર પ્રદેશના જાલૌન પ્રદેશના એક ગામમા નાના બાળકો દારુના અડ્ડા પર દારુનુ વેચાણ કરતા જોવા મળે છે. સોશિયલ મિડીયા પર આ વિડીયો વાયરલ થયેલો જોઈને ઉત્તર પ્રદેશ સરકારનુ આખુ તંત્ર દોડતુ થઈ ગયુ છે.આ વિડીયો ગ્રાહક બનીને ગયેલા વ્યક્તિએ બનાવ્યો હતો.
સોશિયલ મિડીયા પર વાયરલ થયેલા વિડીયોમા ઉત્તર પ્રદેશના જાલૌનના એક સરકારી શાળાનો સ્કૂલ ડ્રેસ પહેરીને બાળક દારુનુ વેચાણ કરતો જોવા મળે છે.આ વિડીયો જોઈને યુ.પી સરકારે તપાસ હાથ ધરી છે. વિડીયોમા બાળક ગ્રાહકોને દારુ વેચી રહ્યો છે. વિડીયોમા બાળક ગ્રાહકો સાથે દારુનો ભાવ-તાલ કરતા દેખાય છે અને ગ્રાહકોને કહી રહ્યો છે કે 10 વાગ્યા પહેલા દારુનો ભાવ સસ્તો હોય છે અને 10 વાગ્યા પછી દારુની કિંમતમા વધારો થાય છે.
उत्तर प्रदेश जहां सर्व शिक्षा अभियान की सफलता के दावे किए जा रहे हैं, वहीं जालौन जिले के संधि गांव में स्कूल ड्रेस पहन कर बच्चा शराब का ठेका संभाल रहा है. है ना ये कमाल की बात pic.twitter.com/UbCfUecCVk
— सौरभ सिंह (@jsaurabhsingh) December 4, 2022
મળતી માહિતી અનુસાર વિડીયો વાયરલ કરનાર વ્યક્તિ દારુના અડ્ડા પર ગ્રાહક બનીને ગયો હતો અને દારુની ખરીદવાની આડમા તેને બાળકનો વિડીયો બનાવ્યો હતો. વિડીયોમા ગ્રાહકે બાળકને વારંવાર દારુની કિંમત પુછતો જોવા મળી રહ્યો છે. દારુની કિંમત કરતા કેમ વધુ ભાવે દારુ વેચે છે જેવા સવાલો વિડીયોમા સાંભળવા મળે છે.ગ્રાહકે બાળકને અડ્ડા પર ઉપલ્બધ તમામ પ્રકારની શરાબનો ભાવ પુછતો વિડીયો બનાવેલ જોવા મળે છે. દેશમા ઘણી જગ્યાએ શાળા જવાની ઉંમરે લોકો બાળકો પાસે બાળમજૂરી કરાવતા જોવા મળે છે. બાળ મજૂરીના દ્રશ્ય ચાની ટપરી પર, ઢાબા પર જેવા ઘણી જગ્યાએ જોવા મળે છે. બાળમજૂરી પર ઉત્તર પ્રદેશ સરકાર વધુ કડક પગલા તેવી સંભાવના છે. બાળમજૂરી કરાવનાર લોકોની સામે પગલા લેવામા આવશે. જેથી આવનારા સમયમા બાળમજૂરીના કિસ્સામા ઘટાડો થઈ શકે.
Published On - 4:58 pm, Sun, 4 December 22