ઈન્ટરનેટની દુનિયામાં પ્રાણીઓના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને જો વીડિયો ઉંદર અને બિલાડીનો હોય તો તરત જ વાઈરલ થઈ જાય છે. કારણ કે આ વીડિયો જોયા પછી આપણને સીધા જ ટોમ એન્ડ જેરીની યાદ આવી જાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઉંદરને જોતા જ બિલાડી તેના પર હુમલો કરે છે અને તેને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરે છે ! પણ જરૂરી નથી કે દર વખતે આવું જ હોવું જોઈએ, ક્યારેક તો ગંગા ઊલટી પણ થાય અને તેના પર બિલાડીનો દાવ ભારે પડી જાય. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઉંદરની સામે બિલાડીની હવા ટાઈટ થઈ ગઈ.
આ પણ વાંચો : Funny Video: તળાવના કિનારે આરામથી બેઠો હતો શખ્સ, કાર ચાલકે આવી મારી જોરદાર લાત, જુઓ પછી શું થયું
સામાન્ય રીતે લોકો બિલાડીઓને પોતાના ઘરમાં રાખે છે. જેથી તેમનું ઘર ઉંદરોથી સુરક્ષિત રહે, પરંતુ એવું જરૂરી નથી કે દરેક ઉંદર, બિલાડી ડરી જાય. કેટલીકવાર બિલાડીની યુક્તિ તેના પર બેકફાયર કરે છે. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું, જેમાં એક બિલાડી ઉંદરને ડરનો ડોઝ આપી રહી હતી, પરંતુ તેની બધી યુક્તિઓ પલટાઈ ગઈ અને ઉંદર ગુસ્સે થઈ ગયો અને બિલાડીને ઊંધી દોડાવી દીધી. ત્યારે એક અજીબોગરીબ નજારો જોવા મળ્યો જે જોઈને તમે હસવા મજબૂર થઈ જશો.
Have you ever seen a mouse 🐁 chasing a cat 🐈!!!! pic.twitter.com/6VH2AfKsd1
— Dr Showkat Shah (@shahshowkat07) March 17, 2023
વાયરલ થઈ રહેલો વીડિયો એક ઘરનો લાગે છે, જ્યાં એક બિલાડી ઉંદરને જોઈને ખૂબ જ ગભરાઈ જાય છે અને ઉંદર તેના પર હુમલો કરે છે. જેના કારણે બિલાડી ખરાબ રીતે નર્વસ થઈ જાય છે અને રસોડામાં અંદર-અંદર દોડવા લાગે છે. ઉંદરને જોઈને એવું લાગે છે કે તેની અંદર બિલાડીનો બિલકુલ ડર નથી. આ ક્લિપમાં ઉંદરની હિંમત અદ્ભુત છે અને લોકો બિલાડીની હાલત જોઈને ખૂબ હસી રહ્યા છે.
આ ફની વીડિયોને ટ્વિટર પર @shahshowkat07 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને તેના પર કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. કેટલાક લોકોને આ વીડિયો ખૂબ જ ફની લાગ્યો તો કેટલાકનું કહેવું છે કે ઉંદરનો ગુસ્સો જોઈને બિલાડીએ યોગ્ય નિર્ણય લીધો છે.