Animal Cute Video : હેલ્થ કોન્શિયસ ‘બિલ્લી માસી’, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી

Cat On Treadmill : 3 બિલાડીઓ જીમમાં ટ્રેડમિલ પર ચાલતા જોવા મળી છે અને એકબીજા સાથે કદમ મિલાવી રહી છે અને ટ્રેડમિલ ચલાવવાનો પ્રયાસ કરી રહી છે.

Animal Cute Video : હેલ્થ કોન્શિયસ બિલ્લી માસી, જિમમાં સહેલીઓ સાથે પરસેવો પાડતા જોવા મળી
Animal Cute Video
| Edited By: | Updated on: Jul 04, 2023 | 3:18 PM

Cat On Treadmill : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કેટલાક વીડિયો એટલા અલગ હોય છે કે તે યુઝર્સના દિલને સ્પર્શી જાય છે અને આ વીડિયો યુઝર્સને ખૂબ હસાવતા પણ હોય છે. આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે બિલકુલ અલગ છે કારણ કે આ વીડિયો તમને હસાવવાની સાથે તમારા દિલને સ્પર્શી જશે.

આ પણ વાંચો : Animal Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો

વાસ્તવમાં 3 બિલાડી જીમમાં ટ્રેડમિલ પર ચાલતી જોવા મળે છે અને એકબીજા સાથે કદમ મિલાવ રહી છે અને ટ્રેડમિલ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન આવો વીડિયો વાયરલ થયો હતો જેને જોઈને લોકો દંગ રહી ગયા હતા. તમને જણાવી દઈએ કે હેલ્થ કોન્શિયસ બિલાડીઓએ ટ્રેડમિલ પર ચાલીને લોકોને દંગ કરી દીધા છે. બિલાડીનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

જુઓ Cute Viral video……

ટ્રેડમિલ પર જોગિંગ કરતી બિલાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે બિલાડીઓ તેમના સ્ટેપ સરખી રીતે ટ્રેડમિલ પર રાખીને ચાલી રહી છે. પછી ત્રીજી બિલાડી આવે છે અને તે પણ તેમની સાથે જોડાય છે. આ ત્રમેય બિલાડીઓનો તાલમેલ જોવા જેવો છે. દિવસનો આ સૌથી સુંદર વીડિયો કહી શકાય. આ ક્યૂટ વીડિયો @buitengebieden નામના ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ થઈ રહ્યો છે.

આ વીડિયો પર લોકો ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે તેને ક્યૂટ વાળા ઇમોજી શેર કર્યા છે. તો ઘણા યુઝર્સ તેના પર હસી રહ્યા છે. એક યુઝર્સે કહ્યું કે, તે કિટી એક્સરસાઈઝ ક્લબ છે. તો બીજો યુઝર્સ કહી રહ્યો છે કે, છેલ્લે આવેલી બિલાડીની સેન્ડવિચ કરી નાખી. અન્ય યુઝર્સે કહ્યું કે, મારા ડોગને પણ આની જરૂર છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો