Viral Video: આનંદ મહિન્દ્રાએ વીડિયો શેયર કરી ચેતવ્યા, કહ્યું ‘બચીને રહો, AI નો થઈ શકે છે ખતરનાક ઉપયોગ’

|

Jan 22, 2023 | 7:01 PM

આનંદ મહિન્દ્રા અવારનવાર લોકોને ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગના ફાયદાઓ અને ઘણી પ્રેરણાદાયી ઘટનાઓ તેમના ટ્વીટ દ્વારા રજૂ કરે છે, પરંતુ આ વખતે તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે ચેતવણી આપી છે.

Viral Video: આનંદ મહિન્દ્રાએ વીડિયો શેયર કરી ચેતવ્યા, કહ્યું બચીને રહો, AI નો થઈ શકે છે ખતરનાક ઉપયોગ
AI Generated Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેતા દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં જ એક વીડિયો શેયર કરીને લોકોને ચેતવણી આપી છે. આનંદ મહિન્દ્રા અવારનવાર લોકોને ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગના ફાયદાઓ અને ઘણી પ્રેરણાદાયી ઘટનાઓ તેમના ટ્વીટ દ્વારા રજૂ કરે છે, પરંતુ આ વખતે તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે ચેતવણી આપી છે.

આ પણ વાંચો: Viral Photos : અંતરિક્ષ યાત્રી બની દુલ્હન..! તસ્વીરો જોઈને વિચારમાં પડ્યા લોકો, જાણો આખરે શું છે ખાસ?

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

AIની મદદથી કોઈ પણ વ્યક્તિને ગેરમાર્ગે દોરી શકે છે

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે જો કે AI એ વિશ્વ માટે તકનીકી રીતે એક મહાન સિદ્ધિ છે, પરંતુ તેના ઘાતક પરિણામો પણ આવી શકે છે. વાસ્તવમાં આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો શેયર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લોકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી શકાય છે અને કોઈને તેની જાણ પણ થઈ શકતી નથી.

વીડિયોમાં વ્યક્તિએ જણાવ્યું Deep Fake Videoનું રહસ્ય

વાસ્તવમાં આ વીડિયોમાં એક વ્યક્તિએ જણાવ્યું છે કે કેવી રીતે કોઈ પણ વ્યક્તિ AIનો ઉપયોગ કરીને ખોટો અને નકલી વીડિયો બનાવી શકે છે. શખ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવેલ ડીપ ફેક વીડિયો બતાવે છે અને વીડિયોમાં વાત કરતી વખતે તે પોતાનો ચહેરો કેવી રીતે બદલી શકે છે.

વીડિયોમાં ક્યારેક વિરાટ તો ક્યારેક શાહરૂખ બની જાય છે શખ્સ

વ્યક્તિએ વીડિયોમાં AIના દુરુપયોગનું જીવંત ઉદાહરણ પણ રજૂ કર્યું હતું. વીડિયોમાં જોવા મળ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી વ્યક્તિ ક્યારેક વિરાટ કોહલી તો ક્યારેક શાહરૂખ ખાનનો ચહેરો બદલી નાખે છે. હોલિવૂડ એક્ટર અને આયર્ન મેન હીરો રોબર્ટ ડાઉની જુનિયરનો ચહેરો પણ વીડિયોમાં બતાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ વીડિયોને 8 લાખથી વધુ લોકોએ જોયો છે અને લોકોએ કોમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

Next Article