Video : આ યુવકે ભંગારમાંથી Iron Man સુટ બનાવી નાખ્યુ, ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ આશ્વર્ય ચકિત થયા

આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર મણિપુરના એક યુવાનની કહાની શેર કરી છે. તેણે પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, આ યુવકે કોઈ પણ તાલીમ વગર ભંગારમાંથી આયર્ન મેન જેવુ સૂટ બનાવ્યુ છે.

Video : આ યુવકે ભંગારમાંથી Iron Man સુટ બનાવી નાખ્યુ, ટેલેન્ટ જોઈને આનંદ મહિન્દ્રા પણ આશ્વર્ય ચકિત થયા
Manipur boy built iron man suit from scrap video goes viral
| Edited By: | Updated on: Oct 02, 2021 | 3:53 PM

Viral Video : બિઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તે હંમેશા કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં તેણે મણિપુરના (Manipur) એક યુવાનનો વીડિયો શેર કર્યો છે અને આ યુવાનના ટેલેન્ટ વિશે લોકોને જણાવ્યુ છે.

આ યુવકે ભંગારમાંથી Iron Man સુટ બનાવી નાખ્યુ

આનંદ મહિન્દ્રાએ પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભંગારમાંથી આયર્ન મેન જેવુ સુટ બનાવનાર આ યુવક ઈન્ટરનેટની દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) આ પોસ્ટ દ્વારા જણાવ્યુ છે કે, તે યુવકની મહત્વાકાંક્ષા અને કુશળતા જોઈને આશ્ચર્યચકિત છે.

જુઓ વીડિયો

તમને જાણીને નવાઈ લાગશે કે, આ યુવકે કોઈ પણ પ્રકારની તાલીમ વગર નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને આયર્ન મેન સૂટ બનાવ્યુ છે. મળતી માહિતી મુજબ, આ યુવકનું નામ Ningombam Prem Angom છે. જે 2015 થી આયર્ન મેન ફિલ્મ જોઈને આવુ સૂટ બનાવવા માંગતો હતો.

સૂટનું બોડી કાર્ડબોર્ડથી બનાવ્યું

પ્રેમે ઇલેક્ટ્રોનિક વેસ્ટ અને કાર્ડબોર્ડમાંથી આ સૂટ બનાવ્યુ છે. આ માટે તેણે સૂટનું બોડી કાર્ડબોર્ડથી બનાવ્યું અને નકામી અને ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી બખ્તર બનાવ્યું. આ પોશાકની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તે સંપૂર્ણપણે ‘રિમોટ કંટ્રોલ’ પર ચાલે છે.

 

આ પણ વાંચો : Viral Video : મીટ કાપવાના છરાથી આ છોકરીએ કપાવ્યા તેના વાળ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો :  ટ્વીટર પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે #BoycottBiggBoss15, સુશાંત સિંહ રાજપુત સાથે જોડવામાં આવી રહ્યો છે મામલો

Follow Us
Loading...
Unable to load recommendations.