
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ ટ્વિટર પર વીડિયો શેર કરતા રહે છે. હવે મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. વીડિયોમાં આલીશાન ઘર એક બોક્સમાં કેદ થયેલું જોવા મળે છે.
આનંદ મહિન્દ્રાએ ટેક્નોલોજીની પ્રશંસા કરતાં લખ્યું- “લગભગ રૂ. 40 લાખમાં ફોલ્ડ ન કરી શકાય તેવું, 500 ચોરસ ફૂટનું ઘર. ભારતમાં કદાચ તેનાથી સસ્તું પણ બનાવી શકાય. આપત્તિ પછીના આશ્રયસ્થાનો માટે પણ પરફેક્ટ” ઇનોવેશન જ પોસાય તેવા ઘર આપવાની આપણી સમસ્યાઓનું સમાધાન છે”.
આ પણ વાંચો: દુલ્હાને એટલી સુંદર કન્યા મળી કે ખુદ તેને જ નથી આવી રહ્યો વિશ્વાસ, જુઓ આ Funny Viral Video
આ 41-સેકન્ડના વીડિયોમાં, પહેલા એક ડબ્બાની જેમ એક બોક્સ દેખાય છે. તે પછી તે ખોલવાનું શરૂ કરે છે. બૉક્સ ધીમે ધીમે આલિશાન ઘરમાં પરિવર્તિત થાય છે. જેમાં બેડરૂમની સાથે કિચન પણ બનાવવામાં આવ્યું છે. ઘરમાં જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઘર સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. તે કોઈપણ વિસ્તારમાં ટ્રક દ્વારા પરિવહન કરી શકાય છે. આપત્તિના સમયે આનાથી ઘણો ફાયદો થઈ શકે છે.
An un-foldable, 500 sq ft house for about 40L rupees. Probably could be manufactured even cheaper in India. Perfect for post-disaster shelters also. Innovation is the answer to our problems of providing affordable homes. pic.twitter.com/1CRPPpvla1
— anand mahindra (@anandmahindra) January 12, 2023
આનંદ મહિન્દ્રાના આ વીડિયો પર લોકો તેમની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા કે મહિન્દ્રા ગ્રૂપે આગળ વધીને આવા ઘરો બનાવવા જોઈએ, જેનાથી ઘણા લોકોના ઘરની સમસ્યા દૂર થઈ શકે. ઘણા લોકોએ કહ્યું કે આ ઘર ભારત માટે સારું રહેશે નહીં. ઘણા લોકોએ કહ્યું કે ભારતમાં લાગતા ટેક્સને કારણે તેની કિંમત વધુ વધશે.
એક યુઝરે તેને સેના માટે સૌથી યોગ્ય ગણાવ્યું હતું. આમ તો સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ લોકોને ખાસ કરી ફની વીડિયો ખુબ પસંદ આવતા હોય છે ત્યારે હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જબર જસ્ત આલીશાન ઘર છે.
Published On - 7:02 pm, Sat, 14 January 23