Amul બુકર પ્રાઈઝ વિજેતા ગીતાંજલિ શ્રી પર Googleનું સુંદર Doodle

ગીતાંજલિ શ્રી (Gitanjali Shree) ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ ભારતીય લેખિકા બની છે. તેમને આ એવોર્ડ નવલકથા 'ટોમ્બ ઓફ સેન્ડ' માટે મળ્યો છે. અમૂલે ટ્વિટર પર ડૂડલ શેયર કર્યું અને લખ્યું – જીતાંજલિ (Jeetanjali).

Amul બુકર પ્રાઈઝ વિજેતા ગીતાંજલિ શ્રી પર Googleનું સુંદર Doodle
Amul shared a beautiful doodle on Shree
| Edited By: | Updated on: May 30, 2022 | 3:43 PM

Geetanjali Shree Booker Prize 2022: અમૂલ હંમેશા સમકાલીન વિષયો પર વિશેષ રીતે બોલે છે અને તે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. દરમિયાન, અમૂલે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારી પ્રથમ ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રી પર નવું ડૂડલ બનાવીને લોકોના દિલ જીતી લીધા છે. અમૂલે ટ્વિટર પર ડૂડલ શેયર કર્યું અને લખ્યું – જીતાંજલિ (Jeetanjali).

‘ટોમ્બ ઓફ સેન્ડ’ વિશ્વના 13 પુસ્તકોમાંથી એક

ખરેખર, ગીતાંજલિ શ્રી ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતનારી પ્રથમ ભારતીય લેખક બન્યા છે. તેમને આ એવોર્ડ નવલકથા ‘ટોમ્બ ઓફ સેન્ડ’ માટે મળ્યો છે. ‘ટોમ્બ ઓફ સેન્ડ’ વિશ્વના 13 પુસ્તકોમાંથી એક હતું. જેને આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનારી કોઇપણ ભારતીય ભાષામાં ‘ટોમ્બ ઓફ સેન્ડ’ પ્રથમ પુસ્તક બની ગયું છે.

અહીં, જૂઓ અમૂલનું બનાવેલું સુંદર ડુડલ…

જ્યુરીના સભ્યોએ તેને ‘અદભૂત’ ગણાવ્યું

મૂળ ઉત્તર પ્રદેશના મૈનપુરીના, ગીતાંજલિ શ્રીનું (Geetanjali Shree) આ પુસ્તક મૂળ હિન્દીમાં ‘રેત સમાધિ’ તરીકે પ્રકાશિત થયું હતું. જેનું અંગ્રેજીમાં ડેઝી રોકવેલ દ્વારા ‘ટોમ્બ ઓફ સેન્ડ’ તરીકે ભાષાંતર કરવામાં આવ્યું છે અને જ્યુરીના સભ્યોએ તેને ‘અદભૂત’ ગણાવ્યું હતું.