આકાશમાં ઉડતી વિચિત્ર વસ્તુને લોકો સમજવા લાગ્યા UFO ! નિષ્ણાંતોએ જણાવી તેની હકીકત, જુઓ Viral Video

એલિયન્સ આજના સમયમાં એક એવો વિષય બની ગયો છે કે ઘણા લોકો તેમના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે અને ઘણા લોકોને લાગે છે કે તેઓ અસ્તિત્વમાં નથી. પરંતુ જ્યારે લોકો સાથે કોઈ વિચિત્ર અનુભવ થાય છે, ત્યારે તેમનું પ્રથમ ધ્યાન એલિયન્સ તરફ જાય છે.

આકાશમાં ઉડતી વિચિત્ર વસ્તુને લોકો સમજવા લાગ્યા UFO ! નિષ્ણાંતોએ જણાવી તેની હકીકત, જુઓ Viral Video
Las Vegas UFO Viral Video
Image Credit source: twitter
| Edited By: | Updated on: Dec 31, 2022 | 5:58 PM

દુનિયામાં ઘણી બધી અજબ ગજબ વસ્તુઓ છે અને તે બધી વસ્તુઓનો જવાબ માણસો પાસે નથી. પરંતુ કેટલીક બાબતો એવી છે કે જેના જવાબો છે પણ આપણને લાગે છે કે તે આ જવાબોની બહારની વસ્તુઓ છે. હાલમાં જ અમેરિકાના એક શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે જે લોકોની સમાન વિચારસરણીનો ખુલાસો કરે છે. અહીં લોકોએ આકાશમાં એક અજબ ગજબ વસ્તુ જોઈ, તેથી તેઓએ તેને એલિયન્સ અને ઉડતી રકાબી સાથે જોડી દીધી, પરંતુ હવે નિષ્ણાતોએ તે યુએફઓની વાસ્તવિકતા જણાવી છે.

એલિયન્સ આજના સમયમાં એક એવો વિષય બની ગયો છે કે ઘણા લોકો તેમના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે અને ઘણા લોકોને લાગે છે કે તેઓ અસ્તિત્વમાં નથી. પરંતુ જ્યારે લોકો સાથે કોઈ વિચિત્ર અનુભવ થાય છે, ત્યારે તેમનું પ્રથમ ધ્યાન એલિયન્સ તરફ જાય છે જેમ કે તાજેતરમાં અમેરિકાના લાસ વેગાસમાં ગયું છે.

લોકો યુએફઓ જોયા હોવાનો દાવો કરે છે

અહીં લોકોએ આકાશમાં કંઈક અજીબ વસ્તુ ઉડતી જોઈ. ટ્વીટર યુઝર બ્રેટ ફેઈનસ્ટીન (@HotHeadBrett)એ 23 ડિસેમ્બરે આ ઘટનાનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 1.7 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં કાળા આકાશમાં 3-4 લાલ રંગની લાઈટો દેખાય છે. આકાશની મધ્યમાં ફેલાયેલા આવી લાઈટો ખરેખર વિચિત્ર છે. લોકોએ કમેન્ટમાં એમ પણ કહ્યું કે તેઓએ પણ આ જોયું અને તેઓ પણ વિચારે છે કે તેઓ એલિયન છે. પણ સત્ય કંઈક બીજું જ છે.

લાઈટ પિલર્સના કારણે થાય છે આવું

ધ હિલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ યુએફઓ નથી, તે હવામાન સંબંધિત ઘટના છે. લાસ વેગાસની નેશનલ વેધર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે વાદળોમાં છુપાયેલો પ્રકાશ તેની જગ્યાએથી ખસતો ન હતો અને વાદળોનું તાપમાન ખૂબ ઠંડું હોવું જોઈએ, જેના કારણે એવું માની શકાય છે કે જે પ્રકાશ જોવા મળ્યો હતો. વાસ્તવમાં લાઈટ પિલર્સ છે. જ્યારે બરફના નાના ટુકડા આકાશમાં વાદળોની નજીક તરતા હોય છે, ત્યારે પ્રકાશ તેમની સાથે અથડાય છે. એકબીજા સાથે અથડાઈને, તેઓ એવી ઈફેક્ટ આપે છે કે તેઓ આકાશમાં ઉડતા કાંચ જેવા દેખાય છે.

Published On - 5:55 pm, Sat, 31 December 22